– 1983 માં ઇંદીરા ગાંધી ઑસ્ટ્રીયાની મુલાકાતે ગયા હતા
– દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ઑસ્ટ્રિયા ઉપર અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને સોવિયેત સંઘનો કબ્જો હતો : નેહરૂએ તે ઉઠાવી લેવા તેઓને સમજાવ્યા
વિયેના : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઑસ્ટ્રિયાની મુલાકાતે છે બુધવારે તેઓએ ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ મહમ્મદ સાથે મંત્રણાઓ કરી હતી સામે દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવા ચર્ચા કરી હતી. મંત્રણા પૂર્વે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત – ઑસ્ટ્રિયાની મૈત્રી મજબૂત છે અને આગામી સમયમાં વધુ મજબૂત બનશે.
મોદી રશિયાની બે દિવસની મુલાકાત પછી મંગળવારે સાંજે અહીં આવી પહોચ્યા હતા ૪૦ વર્ષો પછી ઑસ્ટ્રિયાની મુલાકાતે આવેલા તેઓ પહેલા વડાપ્રધાન છે. આ પૂર્વે ૧૯૮૩માં ઇંદિરા ગાંધી ઑસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા હતા.
નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા પૂર્વે ઑસ્ટ્રિયાના ચાન્સેલરે એક ઘણી જૂની વાત યાદ કરતા જણાવ્યું હતું કે, ભારત- ઑસ્ટ્રિયા વચ્ચે જે મહત્ત્વની વાત છે તે વિશ્વની ભૂરાજકીય સ્થિતિ અંગે અમે બંને ચિંતિત છીએ, તે છે.
તેઓએ વિતેલા દશકોને સંભારતા કહ્યું હતું કે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઑસ્ટ્રિયા ઉપર ચાર સહયોગી દેશો : અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને તે સમયના સોવિયેત સંઘનો કબજો હતો ત્યારે ૧૯૫૫માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ મહત્ત્વની ભૂમિકા ભજવી તે કબ્જો દૂર કરાવ્યો તે માટે તેઓએ યુ.એન. (તે સમયના યુનો) સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર ઑસ્ટ્રિયાના સમર્થન માટે આગ્રહ રાખ્યો. ભારતે કહ્યું કે ઑસ્ટ્રિયાને એક સ્વતંત્ર અને તટસ્થ દેશ તરીકે જ સહુ કોઈએ સ્વીકારવો પડે જેથી તે બંને વિશ્વયુદ્ધો દરમિયાન જાગેલા સંઘર્ષોમાંથી બહાર આવી શકે.
વિયેના પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિમાનગૃહે રેડકાર્પેટ વેલકમ આપવામાં આવ્યું હતું તે પછી ગાર્ડ-ઑફ-ઑનર પણ અપાયું હતું.