અમદાવાદ, રવિવાર
શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરોડા ખાતે રહેતા બનેવી લોનના કામ માટે સાસરીમાં આવ્યા હતા અને જતી વખતે સાળાનો મોબાઇલ લઇને ગયા હતા. પિતા-પુત્ર મોબાઇલ લેવા માટે ગયા તો બનેવીએ સાળાને તારી બહેનને મોકલતો નહી કહીને તકરાર કરી હતી અને સાળા અને સસરા ઉપર લોખંડના પાઇપ અને ખાટલાની ઇસથી હુમલો કર્યા બાદ સાળાનો મોબાઇલ આપીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિતા ઉપર હુમલો કરતા જમીન ઉપર પડયા, ઉભા કરવા જતાં પુત્રને માર માર્યો ગંભીર રીતે ઘાયલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
વાડજ વિસ્તારમાં રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેન અને બનેવીને અંદરો-અંદર તકરાર થતી હતી જેથી બહેન પિયરમાં આવતી જતી હતી જો કે ૧૫ દિવસથી સાસરીમાં રહેવા ગઇ હતી. તા.૬ના રોજ બહેન અને બનેવી બેન્કમાંથી લોન લેવાની હોવોથી તેમના ત્યાં આવ્યા હતા જો કે લોન વાળા ભાઇ મળ્યા ન હતા.
જેથી બનેવી બહેનને મૂકીને ફરિયાદીના ભાનો મોબાઇલ લઇને જતા રહ્યા હતા. બાદમાં ફોન લેવા ફરિયાદીને બનેવીએ તેમના ઘરે બોલાવ્યા હતા. જેથી ફરિયાદી પરિવારજનો સાથે નરોડા તેમના ઘરે ગયા હતા. જ્યાં બનેવીએ ફરિયાદીને કહ્યું કે તારી બહેનને તું હવે મોકલતો નહી કહીને તકરાર કરી હતી બાદમાં બનેવીએ ઉશ્કેરાઇને ખાટલાની લાકડાની ઇસથી સસરા અને સાળા ઉપર હુમલો કર્યો હતો, પિતા નીચે પડતા પુત્ર બચાવવા વચ્ચે પડતાં તેના ઉપર લોખંડની પાઇપથી હુમલો કરી મોબાઇલ આપીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી