બે દિવસમાં સાપે ડંખ મારવાની 6 ઘટનાઓ
ઘર બહાર રમતા બાળકોને સાપે ડંખ માર્યો
બાળકોને હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા
દાહોદમાં સાપે ડંખ મારતા 3ના મોત થયા છે. જેમાં 2 બાળકો અને એક આધેડનું મોત થયુ છે. ઘર બહાર રમતા બોળકોને સાપે ડંખ માર્યો હતો. જેમાં બાળકોને હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં બે દિવસમાં સાપે ડંખ મારવાની 6 ઘટનાઓ સામે આવી છે.
સાપે ડંખ મારતા એક વ્યક્તિ સહિત બે બાળકોના મોત થયા
સાપે ડંખ મારતા એક વ્યક્તિ સહિત બે બાળકોના મોત થયા છે. જેમાં પાટીયાગામના 50 વર્ષીય વ્યક્તિ સામેલ છે. ચોસાલા ખાતે 2 વર્ષીય બાળકી અને ટાડાગોઢા ખાતે 4 વર્ષીય બાળકનું મોત થયુ છે. ઘર બહાર રમતા બાળકને સાપે ડંખ મારતા હોસ્પિટલ લઈ જતા ડોકટરે મુત જાહેર કર્યા હતો. તેમજ ધાનપુરની મહિલા બાળકી અને બાવકાની મહિલાને સાપે ડંખ મારતા હોસ્પિટલ ખસેડાઇ છે.
પ્રાથમિક સારવાર પછી વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવે છે
સાપના ઝેરમાં ઘણાં તત્ત્વો હોય છે. આ તત્ત્વો શરીરના જે ભાગમાં સાપ કરડ્યો હોય ત્યાંના કોષોને મારી નાખે છે. આ પછી તે લોહી દ્વારા આપણા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે અને વિવિધ અવયવોના કોષોને મારી નાખે છે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ જ કારણ છે કે પ્રાથમિક સારવાર પછી વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેને સ્નેક એન્ટી વેનમ આપી શકાય. આનાથી સાપના ઝેરને શરીરના અન્ય અંગમાં ફેલાતું નથી.
જાણો સ્નેક એન્ટી વેનમ શું છે?
આ એક એવી દવા છે, જે શરીરમાં પહોંચતાં જ ઝેર સાથે લડવા લાગે છે અને એની અસરને ખતમ કરી દે છે. એ ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. સાપ ઝેરી હોય કે ન હોય, સાપની એન્ટી વેનમ દવા ખૂબ જ અસરકારક છે, જે ઈન્જેક્શન દ્વારા ઝેર શરીરમાં પહોંચતાંની સાથે જ તેનો સામનો કરવાનું શરૂ કરે છે અને એની અસરને નષ્ટ કરી દે છે.