image ; Freepik
Theft Case in Jamnagar : જામનગરના એક વેપારી દ્વારા પવનચક્કી વિસ્તારમાં પોતાના નવા મકાનનું બાંધકામ કરાવાઇ રહયું છે, જે સ્થળેથી કોઈ તસ્કરો રૂપિયા 58,000 ની કિંમતના ઇલેક્ટ્રીક વાયર સહિતના માલ સામાનની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પવનચક્કી નજીક એમ.જે.પાર્ક વિસ્તારમાં રહેતા રામભાઈ હસમુખભાઈ ગજરા નામના ભાનુશાલી વેપારી કે જેઓના મકાનનું કામકાજ પવનચક્કી પાસે ચાલી રહ્યું છે, તે બાંધકામના સ્થળે પાર્કિંગમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રીકના 13 નંગ વાયરના બંડલો, ઉપરાંત સ્ટીલ અને પિત્તળના નળ વગેરેની ચોરી થઈ હતી.
જે બનાવ અંગે ભાનુશાલી વેપારી રામભાઈ ગજરાએ સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં પોતાના રૂપિયા 58,000ની કિંમતના માલ સામાનની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.