– છ દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે

– મોહર્રમના તહેવાર નિમિત્તે ધિક્કારજન્ય ભાષણ ફેલાય નહીં તે માટેનું પગલું 

લાહોર : પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકાર ૧૩થી ૧૮ જુલાઈના છ દિવસ દરમિયાન બધા જ પ્રકારના સોશિયલ મીડિયા એપ્સ યુ ટયુબ, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર પ્રતિબંધ લગાવશે. 

આ માટે તેણે કારણ આપ્યું છે કે મોહર્રમના ઇસ્લામિક મહિના દરમિયાન ધિક્કાર કે નફરતની વાતો ફેલાતી અટકાવવા આ પગલું લેવાની છે. પંજાબની મુખ્યપ્રધાન મરયમ નવાઝની કેબિનેટ કમિટીએ ૧૩થી ૧૮ જુલાઈ દરમિયાનના મોહર્મના તહેવાર દરમિયાન યુટયુબ, એક્સ, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અનેટ કિટોક સહિતના બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. 

પંજાબ પ્રાંતમાં ૧૨ કરોડથી વધુ લોકો રહે છે, આ પ્રાંતમાં ધિક્કારજન્ય સામગ્રી, ખોટી માહિતી દ્વારા વંશીય હિંસાને ફેલાતી ટાળવા આ પગલું ભરવામાં આવ્યું છે. પંજાબ પ્રાંતની સરકારે તેના કાકા અને વડાપ્રધાન શહબાઝ શરીફને જણાવ્યું છે કે તેઓ છ દિવસ માટે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દે. 

પ્રાંતીય સરકારે આ વખતે દર વખતની જેમ ઇન્ટરનેટ સસ્પેનશન અને મોબાઇલ જામિંગના નિયમિત પગલાં ઉપરાંતનું પગલું લેવાનો નિર્ણય લીધો છે. તેને અહેવાલ મળ્યા હતા કે બાહ્ય પરિબળો પણ આ પ્રકારની ધિક્કારની વાતો ફેલાવી શકે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *