જામનગર ના ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને લાલપુર પંથકમાં પડેલા વરસાદને કારણે ધીમે ધીમે જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ રહી છે, ત્યારે જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં પણ નવા પાણીની આવક થઈ છે.
જામનગરના રણજીતસાગર ડેમમાં આજે સવારથી પાણીની આવક શરૂ થયેલી જોવા મળી છે. અને હાલ ડેમની સપાટી 16.5 ફૂટ હતી, જે મા અઢી ફુટ નવા પાણીની આવક થતાં હવે ડેમની સપાટી 19 ફૂટ થઈ છે, અને હજી પણ ધીમીધારે પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, જેથી જામનગર શહેર માટે આનંદદાયક સમાચાર છે.