Image: Freepik
જામનગરમાં ધરાર નગર-૨ રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા સિધ્ધરાજસિંહ ભીખુભાઈ નાગેશ નામના ૨૦ વર્ષના રબારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ધરારનગરમાંજ રહેતા નવાઝ સંધિ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને પાડોશીઓ કે જેઓ એક બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા જે દરમિયાન રસ્તામાં અંધારામાં આરોપી નવાઝ બાઈક પરથી નીચે ઉતરી ગયો હતો, અને ફરિયાદી યુવાન પર હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.