પેટ્રોલ પંપના શેડના બાંધકામ વખતે દુર્ઘટના બની
પેટિયું રળવા આવેલા પરપ્રાતીય મજૂરે જીવ ખોયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી
અમરેલી : સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે નવા બની રહેલા પેટ્રોલ
પંપના ફેબ્રિકેશન વર્ક માટે કામ કરી રહેલા
પરપ્રાંતીય યુવાન ઉપરથી નીચે પટકાતાં મોત નીપજ્યું છે.
બનાવની વધુ વિગત
મુજબ સાવરકુંડલા તાલુકાના મોટા ઝિંઝુડા ગામે પેટ્રોલ પંપ નવો બની રહ્યો છે. આ માટે
ફેબ્રીકેશન અને અન્ય કામગીરી ચાલતી હતી. આ દરમિયાન વીસ ફુટ ઉંચાઈએથી પરપ્રાંતીય
મજુર સુધીર રામજ્ઞાાનભારતી (ઉ.વ.૩૧) નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેને
સારવારમાં હોસ્પિટલમાં ખસેડયો હતો પણ તેનું મૃત્યુ નીપજ્યું હતુ.આ બનાવ અંગે
સાવરકુંડલા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.