અમદાવાદ,શનિવાર,6 એપ્રિલ,2024

બોગસ સ્પોન્સરશીપના આધારે કેન્દ્રીય ગૃહ વિભાગ સંચાલિત
નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવવા સહિતના અન્ય વહીવટી
તથા લાયકાતના કારણોસર થયેલા આક્ષેપ હેઠળ અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ચાર
ડીવીઝનલ ફાયર ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા બે સબ ઓફિસર સામે ખાતાકીય તપાસ
કરવા મ્યુનિ.કમિશનરે આદેશ કર્યો હતો. બે મહિનામાં તપાસ પુરી કરી  ઈન્કવાયરી રીપોર્ટ રજૂ કરવાના આદેશ છતાં પહેલી
જાન્યુઆરી-૨૦૨૪થી શરુ કરાયેલી ખાતાકીય તપાસ હજુ અધુરી હોવાનું આઈ.આર.વિભાગના
અધિકારીનું કહેવુ છે.

ઓળખાણનો દુર ઉપયોગ કરી બોગસ સ્પોન્સરશીપના આધારે નાગપુર
ખાતેની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવનારા ફાયર વિભાગના આઠ અધિકારી સામે
પોલીસ ફરિયાદ કરવા મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગને આદેશ આપ્યો હતો.એ સમયે ફાયર
વિભાગે નિમણૂંક આપવાની કામગીરી મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસ કરતી હોવાનુ કહી પોલીસ
ફરિયાદ નોંધાવવા મ્યુનિ.કમિશનરની સુચનાનો અમલ કર્યો નહોતો.નાગપુર કોલેજની પ્રવેશ
પરીક્ષામાં પાસ ના થઈ શકે એવા લાયકાત વગરના ઉમેદવારોએ સરકારી મશીનરીનો દુર ઉપયોગ
કરી ખાનગી-સરકારી સંસ્થાની બોગસ સ્પોન્સરશીપ મેળવી નાગપુરની નેશનલ ફાયર સર્વિસ
કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.ત્યાંથી સબ ઓફિસરના પ્રમાણપત્ર મેળવી હાલમાં ફાયર
વિભાગમાં ઉચ્ચ હોદ્દા ભોગવી રહયા છે.કોશી હાઈડ્રો ઈલેકટ્રીક કોર્પોરેશન લી.
,બિહાર, સેન્ટ્રલ પબ્લિક
વકર્સ
,નવી
દિલ્હી ઉપરાંત ગુજરાત સ્ટેટ સિવિલ ડીફેન્સ
,અમદાવાદ
જેવી સંસ્થાઓના ખોટા સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં
પ્રવેશ મેળવ્યો હતો.

કયા અધિકારીઓ વિરુધ્ધ તપાસ હજુ યથાવત

નામ            હોદ્દો

આસિફ શેખ     સબ
ઓફિસર

મેહુલ ગઢવી    સ્ટેશન
ઓફિસર

શુભમ ખડીયા   સ્ટેશન
ઓફિસર

અનિરુધ્ધ ગઢવી    સ્ટેશન
ઓફિસર

સુધીર ગઢવી   સ્ટેશન ઓફિસર

ઓમ જાડેજા    ડીવીઝનલ
ઓફિસર

ઈનાયત શેખ   ડીવીઝનલ
ઓફિસર

કૈઝાદ દસ્તૂર   ડીવીઝનલ
ઓફિસર

સ્વસ્તિક જાડેજા ડીવીઝનલ
ઓફિસર

ભુમિત મિસ્ત્રી    સબ
ઓફિસર

અભિજત ગઢવી સ્ટેશન
ઓફિસર

એક વ્યકિત બે જગ્યાએ ફરજ કેવી રીતે બજાવી શકે?

અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા
અભિજિત ગઢવીની રાજય સરકાર દ્વારા રીજયોનલ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી
છે.અમદાવાદના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે મ્યુનિસિપલ કમિશનરની એન.ઓ.સી.મેળવ્યા વગર આ
સ્ટેશન ઓફિસરનુ રાજીનામુ મંજુર કરી દીધુ. હાલમાં મ્યુનિ.ફાયર વિભાગમાં તેમની
ગેરહાજરી  નોંધ આવે છે.સરકારમાંથી પગાર
મેળવે છે.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *