સરકારી અનાજનો જથ્થો અન્ય અનાજમાં ભેળસેળ કરાતા હોવાની શંકા
ઘઉં, ચોખા અને બાજરીના સેમ્પલો એફએસએલમાં પૃથક્કરણ માટે મોકલાયા
માર્કેટિંગ યાર્ડ ખાતે ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે

ફતેપુરા : ફતેપુરા ખાતેના માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ દ્વારા સરકારી યોજનાનો અનાજનો જથ્થો ખરીદી અને તેમાં અન્ય અનાજ ભેળસેળ કરી હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ફતેપુરા મામલતદારે માર્કેટ યાર્ડના ચાર વેપારીઓને ત્યાં રેડ કરી હતી. જેમાં તમામ સ્થળેથી અનાજના જથ્થાના સેમ્પલ લઇ એફ્એસએલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફતેપુરા તાલુકાના મામલતદાર એન એસ વસાવાને ખાનગી બાતમી મળી હતી કે, ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે. આ અનાજને અન્ય અનાજ સાથે ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરે છે. આવી ચોક્કસ બાતમીના આધારે ફ્તેપુરા મામલતદાર એન એસ વસાવા તેમજ ફ્તેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર કેયુર રાણા અને ફ્તેપુરા તાલુકાના રેવન્યુ તલાટી સહિતની ટીમ દ્વારા ફતેપુરા નગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ચારેય વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી.

ત્યાંથી મળી આવેલા ઘઉં, ચોખા અને બાજરીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો પૃથક્કરણ માટે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં હ્લજીન્માં મોકલી આપવામાં આવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *