અમદાવાદ,ગુરુવાર,16 મે,2024

અમદાવાદમાં ચોમાસાની મોસમમા કુલ ૧૪૬ સ્પોટ ઉપર વરસાદી પાણી
ભરાવાની સમસ્યા છે.વરસાદી પાણી ભરાવવાના સ્પોટ ઉપર ઝડપથી ભરાયેલા પાણીનો નિકાલ થાય
એ માટે આ સ્પોટ પાસે આવેલા પાનના ગલ્લા
,ચાની
કીટલી ધરાવતા વ્યવસાયીઓને વોલિયન્ટર્સ બનાવવા નિર્ણય લેવામા આવ્યો છે.ઓઢવ ફાયર
સ્ટેશન પાસે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે.ત્યાં વોટર પ્લાઝા તૈયાર કરાશે.જેમાં
વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ચોમાસા અગાઉ તમામ વોર્ડ
વિસ્તારમાં આવેલી કેચપીટ સાફ કરવાથી લઈ જયાં કેચપીટ નવી નાંખવાની હોય ત્યાં તાકીદે
કામગીરી પુરી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના અપાઈ હતી.બેઠક બાદ ચેરમેને
કહયુ
, ચોમાસામાં
વોટર લોગીંગ સ્પોટ ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નજીકમાં પોતાનો વ્યવસાય
ધરાવતા લોકોને તંત્ર તરફથી વોલિયન્ટર્સ બનાવી તેમને જરુરી સાધન પુરા પાડવામા
આવશે.જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્પોટ ઉપર પહોંચે તે પહેલા આપવામા આવેલા
સાધનની મદદથી મેનહોલ વગેરેના ઢાંકણા સમયસર ખોલવામા આવે તો ભરાતા વરસાદી પાણીનો
ઝડપથી નિકાલ કરી શકાય.પૂર્વ ઝોનમાં આવેલા વિરાટનગર તેમજ ઓઢવ વોર્ડ સહિતના અન્ય
વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની સાથે ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા પણ ઉદભવતી
હોય છે.આ ચોમાસામા આ પ્રકારની સમસ્યા આ વોર્ડમાં ના સર્જાય એ માટે ઝડપથી કામગીરી
પુરી કરવા અધિકારીઓને કહેવામાં આવ્યુ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *