2 ભાણેજ અને મિત્ર સાથે મળી સામૂહિક દુષ્કર્મ
પ્રેમલગ્ન કરનાર પતિએ વીડિયો પણ બનાવ્યો
પત્નીને ઢોર માર મારતો બનાવ્યો વીડિયો
રાજકોટમાં પતિએ હેવાનિયતની હદ વટાવી છે. જેમાં પતિએ જ પત્ની પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો છે. તેમાં 2 ભાણેજ અને મિત્ર સાથે મળી સામૂહિક દુષ્કર્મ કર્યું છે. પ્રેમલગ્ન કરનાર પતિએ વીડિયો પણ બનાવ્યો હતો. પત્નીને ઢોર માર મારતો વીડિયો બનાવ્યો છે. તથા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જૂનાગઢની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
જૂનાગઢની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં પતિ હેવાન બન્યો છે. પત્ની ઉપર 2 ભણેજ અને મિત્ર સાથે મળી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લવ મેરેજ કરનાર પતિએ પત્નીને ઢોર માર મારી વીડિયો પણ બનાવ્યો છે. જૂનાગઢ પંથકની યુવતીએ તાલુકા પોલીસ મથકમાં પતિ, પતિના 2 ભાણેજ અને મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાથમિક સારવાર બાદ યુવતીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
યુવતીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોપસિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ પ્રાથમિક સારવાર બાદ યુવતીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાં તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ રાજકોટમાં પતિ-પત્નીના સંબંધને હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શરીરસુખના ભૂખ્યો પતિ રોજ દારૂ પીને ઘરે આવી રીતસરની હેવાનિયત આચરી પત્ની પર ત્રાસ ગુજારતો હતો. પત્નીના ગુપ્તભાગ પર ઉપર બચકા ભરી લેતાં તેની આ હરકતથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતુ. આથી ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પતિની ધરપકડ કરવામાં આવી હતી.
આપત્તિજનક વીડિયો બતાવી પતિ શારીરિક સંબંધ બાંધતો
સિવિલના બિછાનેથી પતિ પર આક્ષેપ કરતાં પત્નીએ જણાવ્યું હતું કે, મારો પતિ વારંવાર મને આપત્તિજનક વીડિયો બતાવી તે પ્રમાણે શરીરસુખ માણવા માટે જબદરસ્તી કરતો હતો. અને જો હું એમ ન કરૂ તો મને બેફામ મારઝૂડ કરતો હોવાથી કંટાળીને મેં આ પગલું ભરી લીધું હતું. મહિલાની ફરિયાદ બાદ તાલુકા પોલીસે હેવાન પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પરિણીતાએ તેની સાસુ અને નણંદ પર પણ ત્રાસનો આક્ષેપ કર્યો હતો.