અમદાવાદ,ગુરુવાર
નરોડામાં બીજા લગ્ન બાદ પતિ શંકા રાખીને મહિલાને મારઝૂડ કરતો હતો અને મારી ગેર હાજરીમાં તું એકલી હોય ત્યારે બીજા માણસો બોલાવે છે, કહી પત્નીને માર મારીને કાઢી મૂકી હતી તેમજ તાજેતરમાં મહિલા પોતાના દિકરાને સાથે લઇને આવી હતી તેનો વિરોધ કરીને આ દિકરો માર ઘરે ના જોઇએ કહીને દિકરાને માર માર્યો હતો મહિલા છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારી હતી. આ બનાવ અંગે નરોેડા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા દિકરા સાથે બીજા પતિ પાસે રહેતી હતી પતિએ મારે આ દિકરો મારા ઘરે ના જોઇએ કહી માર્યો મહિલા છોડવવા વચ્ચે પડતા તેને પણ મારી
નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ છૂટાછેડા લીધા બાદ ત્રણ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ શંકા વહેમ રાખીને માનસિક શારિરીક ત્રાસ આપીને મારઝૂડ કરવામા આવતી હતી એટલું જ નહી એક સમયે હું નોકરીએ જાઉ ત્યારે તું એકલી ઘરે હોય ત્યારે માણસો ઘરે બોલાવે છે કહીને મારમાર્યો હતો.
પતિએ તાજેતરમાં આ દિકરો મારે જોઇતો નથી કહી દિકરાને માર માર્યો હતો. આ સમયે મહિલા છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.