વડોદરા સ્થિત આર્કિયોલોજી વિભાગે બાંધકામ મંજૂરી આપતા પુજારી પરિવાર અને સમિતિ દ્વારા ટૂક સમયમાં ભોગભંડારનું ભૂમિ પૂજન કરાશે
દ્વારકા, : યાત્રાધામ દ્વારકાના જગત મંદિરનો ભોગ સામગ્રી ભંડાર લાંબા સમયથી જર્જરિત થઈ જતાં એના નવનિર્માણની જરૂરત ઉભી થઈ હોવાથી આ બાબતે વડોદરા સ્થિત આર્કિયોલોજીકલ કચેરી સાથે લાંબા સમયથી પરામર્શ ચાલતો હતો હવે આ વિભાગ દ્વારા ભોગ ભંડાર બનાવવાની મંજૂરી મળી જતાં આગામી દિવસોમાં કામ ચાલુ કરવામાં આવશે .અને આ માટે પૂજારી પરિવાર અને દેવસ્થાન કમિટી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવશે.
અહી ઠાકોરજીને સામગ્રી ધરાવવા માટેની રોજે રોજની સામગ્રી ભોગભંડારમાં બને છે.ે ભોગ ભંડારમાં દરરોજ દ્વારકાધીશજીને દિવસ દરમિયાન ધરાવાતા અગિયાર જેટલા છપ્પનભોગ, અન્નકોટ મનોરથ, કુંડલાભોગ ,કુડ વારા મનોરથ જેવા વિવિધ પ્રકારના ભોગ પ્રસાદો ભંડારમાં બનાવવામાં આવે છે. ભોગ ભંડારમાં અંદાજીત ૧૦૦ થી ૧૨૦ પુજારી પરિવારની મહિલાઓ તેમજ વૈષ્ણવ લોકો ભોગ ભંડારના ઠાકોરજીના ભોગ પ્રસાદ બનાવતા હોય છે.
જે ભોગ ભંડારના રૂમો છેલ્લા દસ વર્ષ ઉપરાત થી જર્જરીત હાલમાં હોવાથી ત્યા પ્રસાદ બનાવતા વ્યકિતઓ માટે ભોગભંડાર જોખમી પણ બન્યુ હતું.થોડા મહિનાઓ પહેલા પંદરથી વીસ ફુટ ઉચાઇથી એક મોટો પથ્થર નીચે પડવાની ઘટના બની હતી .પણ સદનસીબે જાનહાની ટળી હતી. ત્યારબાદ તાત્કાલીક ભોગ ભંડારમાં નવુ બાંધકામ કરવા દેવસ્થાન સમિતી દ્વારા પુરાતત્વ વિભાગ પાસે ભંડાર નવનિર્માણ કરવા મંજુરી માંગી હતી. હાલ વડોદરા સ્થિત આર્કિયોલોજી ઓફિસેથી નવનિર્મિત ભોગભંડાર માટે મંજુરી મળતા દેવસ્થાન સમિતી દ્વારા જર્જરીત ભોગ ભંડારનો જોખમી ભાગ દૂર કરવાનું કામ હાથ પર લેવાયું છેે. ટુક સમયમાં પુજારી પરીવાર તેમજ સમિતી દ્વારા ભૂમિપુજન કરવામાં આવનાર હોવાનું જાણવા મલ્યુ છે.