– પોલીંગ બુથ ઉપર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છતાં લોકો ફોન સાથે નજરે ચઢ્યા
સુરત, : મતદાન સમયે પોલીંગ બુથ ઉપર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.તેમ છતાં લોકો ફોન સાથે નજરે ચઢ્યા હતા.એટલું જ નહીં પાલનપોરમાં એક પોલીંગ બુથ ઉપર પહેલી વખત મતદાન માટે આવેલી એક યુવતીએ પોલીંગ બુથમાં પ્રવેશી સેલ્ફી લેતા સ્ટાફે તેને ઠપકો આપ્યો હતો.
લોકસભા બેઠક માટે આજરોજ યોજાયેલા મતદાનમાં પોલીંગ બુથ ઉપર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.જોકે, ઘણા સ્થળે લોકો મોબાઈલ ફોન સાથે નજરે ચઢ્યા હતા.એટલું જ નહીં મોબાઈલ ફોન ઉપર વાત કરતા પણ હતા.પાલનપોરના એક પોલીંગ બુથ ઉપર પહેલી વખત મતદાન માટે આવેલી એક યુવતીએ પોલીંગ બુથમાં પ્રવેશી સેલ્ફી પણ લીધી હતી.યુવતીની આ હરકતને લીધે સ્ટાફે તેને ઠપકો આપ્યો હતો.કેટલાક બુથ પર ત્યાં હાજર પોલીસ જવાનો મતદારોને બુથની અંદર મોબાઈલ ફોન લઈ જતા રોકતા પણ જોવા મળ્યા હતા.