Lok Sabha Election :  જામનગર જિલ્લામાં સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાનની પાત્રતા ધરાવતા મતદારો મતદાન કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના 90 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને અનેરો જોશ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકો સવારથી જ મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. 

જામનગર નજીક અલિયાબાડા ગામમાં વરરાજાએ કર્યું મતદાન 

જામનગર નજીક અલિયાબાડા ગામમાં લગ્નના દિવસે લગ્ન પહેલા મતદાન કરી યુવકે મતદાનની ફરજ નિભાવી છે. કેશુભાઈ મકવાણા નામના યુવકએ લગ્નના દિવસે મતદાન કરી લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા આપ્યો સંદેશો છે. 

આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી છાસ વિતરણનું આયોજન

જામનગર જિલ્લામાં મતદાન મથકો ખાતે લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જે તે સેન્ટર પર છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા, પંખાઓ, ઓઆરએસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે જામનગર જિલ્લાના 74-લાલપુર-4 શ્રી એલ.એલ.એ. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુથી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના સમયે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે. અને મત આપવા આવી રહેલ તમામ લોકોને છાસ પીવડાવવામાં આવી રહી છે. તંત્રના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *