દાહોદમાં મતદાનને લઈ જોરદાર ઉત્સાહ
લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કર્યું
વરરાજા લોકશાહીના પર્વમાં સહભાગી થયા

દાહોદ લોકસભાની 133 ગરબાડા વિધાન સભા મત વિસ્તારના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કરીને પોતાની નૈતિક ફરજ બજાવી હતી. કોટમ્બી ગામ ખાતે જાન જોડીને લગ્ન કરવા જઈ રહેલા વરરાજા રાકેશભાઈ પર્વતભાઈ પરમાર દ્વારા પોતાના મતદાન મથક ઉપર જઈને પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.

મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સહભાગી થશે

લોકસભાની ચૂંટણીનુ ત્રીજા તબક્કાનુ મતદાન આજે શરુ થઈ ચૂક્યુ છે, આજે સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઇનોમાં લાગી ગયા છે. દાહોદ લોકસભા બેઠકમાં ‌સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠકો 123-સંતરામપુર, 129-ફતેપુરા, 130-ઝાલોદ, 131-લીમખેડા, 132-દાહોદ, 133-ગરબાડા, અને 134-દેવગઢ બારીઆનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 વિધાનસભા બેઠકોના 18.64 લાખ ઉપરાંતના મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સહભાગી થવાના છે.

મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી

આ લોકસભામા વિધાનસભા દીઠ ઊભા કરેલા કુલ 1958 બુથ પર 1399 બ્લિડિંગની અંદર આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આજે મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. આજે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. તેથી વહેલી તકે મતદાન કરવા તમામ નેતાઓએ પણ અપીલ કરી છે. સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. બપોરના 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધુ ગરમી પડશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *