Lok Sabha Elections 2024 | કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ આદિવાસી, દલિત અને ઓબીસીની અનામત છીનવી લેવા માગે છે. કોંગ્રેસની સરકાર બન્યા બાદ અનામતથી ૫૦ ટકાની મર્યાદાને હટાવીને દલિતો, આદિવાસીઓ, ઓબીસી, ગરીબોને જેટલી જરૂર પડશે એટલી અનામત આપીશું અમે અનામતની મર્યાદામાં વધારો કરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ અનામત છીનવી લેવા માગે છે. 

રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના ઝાબુઆ-રતલામ બેઠક પર પ્રચાર દરમિયાન  દાવો કર્યો હતો કે બંધારણ બદલવા માટે ભાજપ ૪૦૦ પારનો નારો લગાવી રહી છે, ૪૦૦ પાર તો છોડો ભાજપને ૧૫૦થી વધુ બેઠકો નહીં મળે. જળ, જંગલ અને જમીનનો આ અધિકાર આપણને બંધારણે આપ્યો છે, જેને મોદી સરકાર છીનવી લેવા માગે છે. કોંગ્રેસ આદિવાસીઓ, દલિતો, ઓબીસીની ભાગીદારી વધારવા માગીએ છીએ. આ સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોના દેવા પણ માફ કરી દેવામાં આવશે. 

આ સાથે જ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે આ લડાઇ આપણુ બંધારણ અને લોકશાહીને બચાવવા માટેની છે. આપણે સૌ મળીને લડીશું, જીતીશું અને દેશની પરિસ્થિતિ બદલીશું.  જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે દેશના બે રાષ્ટ્રીય નેતાઓ દેશને લૂટી રહ્યા છે પણ બદનામ બંગાળને કરી રહ્યા છે. ભાજપે જુઠ્ઠાણા ફેલાવીને આ ચૂંટણી જીતવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. સંદેશખલીમાં પણ ભાજપે જુઠ ફેલાવીને સમગ્ર મામલાને હવા આપવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે સંદેશખલીમાં પૈસા આપીને મહિલાઓ પાસે જુઠા આરોપો લગાવડાવ્યા, ભાજપને એ ખ્યાલ જ નથી કે મહિલાઓ માટે રૂપિયા કરતા માન મર્યાદા અને આત્મ સન્માન વધુ મહત્વપૂર્ણ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *