સાયબર ફ્રોડનો વધુ પાંચ ભોગ બન્યા

ભોગ બનનારાઓને સાયબર ક્રાઇમ પોલીસે રકમ પરત અપાવી

રાજકોટ: ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે હાર્દિક પ્રભાતભાઈ હેરભા (રહે. રેલનગર) સાથે ઓનલાઇન ફ્રોડ થયું હતું. જેમાંથી તેને સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૧.૨૨ લાખ કોર્ટમાં પ્રોસેસ કરી પરત અપાવ્યા હતાં. 

ઓનલાઇન રોકાણ કરી વધુ વળતર અપાવવાના નામે એક અરજદાર સાથે રૂા. ૧.૦૩ લાખનું ફ્રોડ થયું હતું. જેમાંથી તેને રૂા. ૫૬ હજાર પરત અપાવાયા હતા. સોશિયલ મીડિયા મારફત ખરીદેલા ફોનના પૈસા પરત અપાવી દેવાના બહાને એક અરજદાર સાથે રૂા. ૨.૪૩ લાખની ઠગાઇ હતી. જેમાંથી રૂા. ૧.૮૨ લાખ પરત અપાવાયા હતા. 

ઇનામમાં કાર લાગી છે તેવા મેસેજ કરી કાર અગર તો રોકડ રકમ મેળવવાના નામે એક અરજદાર સાથે રૂા. ૯૯૫૦૦નું ફ્રોડ થયું હતું. જેમાંથી ૫૦ હજાર પરત અપાવાયા હતા. આ જ રીતે ઓનલાઇન વોટ કરી બોનસ મેળવવાની સ્કીમમાં એક અરજદારને ફસાવી રૂા. ૧.૮૪ લાખનું ફ્રોડ કરાયું હતું. જેમાંથી રૂા. ૧.૬૨ લાખ પરત અપાવાયા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *