પાંચ મે,સાંજે પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થશે
5 અને 6 મેની રાતો કતલની રાતો,કાર્યકરો ગામડા ખૂંદશે
લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ દાહોદ જિલ્લામાં 9 ઉમેદવારો મેદાનમાં

  દાહોદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ તમામ પક્ષો દ્વારા હાલ જોર સૌથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.જેને આડે હવે ગણતરીના કલાકો જ છે.ત્યારે તારીખ 5 મેના રોજ સાંજે 5 વાગ્યાથી જાહેર પ્રચારના પડઘમ શાંત થઈ જશે.ત્યારબાદની બે રાતો કતલની રાતો હશે.

    લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ દાહોદ જિલ્લામાં 9 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે નવે નવ ઉમેદવારો છે.મુખ્ય ચુંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ત્યારે બંનને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યુ છે.ભાજપે તો સામ,દામ,દંડ અને ભેદની નિતી વાપરી આખાયે વિસ્તારમાં કાર્યકરોની ફેજ ઉતારી દીધી છે.કોંગ્રેસ પણ જોર લગાવી રહ્યુ છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યમાં ભગવારાજ હોવાથી તેનો પનો થોડો ટૂંકો પડતો હોય તેમ લાગી રહયુ છે.

   જાહેર પ્રચાર, રેલી,સભા,સરઘસ અને લોક સંપર્કમાં ભાજપ અને કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.પોતાની જીત માટે પોતાના શક્તિ પ્રમાણે પ્રચાર કરી રહયા શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ વખતે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર રહેવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસ સુધી જાહેર સભાઓ, રેલીયો સહિત વિવિધ પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે તારીખ પાંચમી મે ના સાંજે પાંચ કલાકથી મ તમામ પાર્ટીઓના પ્રચાર પડઘમ શાંત થઈ જશે.ડીજે ,ઢોલ,ત્રાંસા અને લાઉડ સ્પીકર દ્રારા કરાતો પ્રચાર અને સભા,સરઘસ,રેલીઓ બંધ થઈ જશે પરંતુ તારીખ 5 અને 6 મેની રાત ઉમેદવારો માટે કતલની રાત હશે.કારણ કે એક દિવસ અને બે રાત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ગામડા ખુંદશે અને પોતાના તરફે મતદાન કરાવવા સોગઠા ગોઠવશે.ત રાજકીય પક્ષો દ્વારા ખાટલા બેઠકો યોજી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *