SMC Bus Drivers Strike in Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરોને નક્કી કરેલો પગાર ન આપતાં અચાનક 140 જેટલા ડ્રાઈવર અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા. આકરા તડકામાં સુરતના રસ્તા પર દોડતી 100 જેટલી બસના પૈડા થંભી ગયા હતા. આકરી ગરમીમાં બસ નહી દોડતાં હજારો મુસાફરો અટવાયા હતા. તો બીજી તરફ હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ બસ ઓપરેટર સંચાલકો પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પગાર મુદ્દે હડતાળ પાડી એટલે સંચાલકો અન્ય ડ્રાઈવરોને લાવવામાં આવ્યા છે તેમની પાસે લાયસન્સ અને અન્ય પુરાવા પણ નથી.

સુરત પાલિકાના પાલનપોર ડેપો પર આજે સવાર 140 જેટલા ડ્રાઈવરોએ આક્ષેપ કરતા કહ્યું હતું, બસ ઓપરેટર એજન્સી દ્વારા ડ્રાઈવરોને પગાર ચૂકવવામાં આવતો નથી. ડ્રાઈવરોને 26 દિવસના 22,500 રૂપિયા પગાર લેખે એક દિવસના 865 રૂપિયાની હાજરી થાય છે. જો કે, એજન્સી દ્વારા માત્ર 600 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને પગલે છેલ્લા ઘણા સમયથી બસ ચાલક દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં એજન્સીના સંચાલક અમારા પર અન્યાય કરી રહ્યાં છે. આ ઉપરાંત મહિનો પગાર પૂરો થયા બાદ પણ સમયસર પગાર આપવામાં આવતો નથી. 

પાલનપોર ખાતે હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ કહ્યું હતું કે, ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે એટલે એજન્સીએ કેટલાક ડ્રાઈવરોને રાખ્યા છે તેમની પાસે લાયસન્સ કે અન્ય પુરાવા પણ નથી જેના કારણે મુસાફરોના જીવ પણ જોખમમાં આવે તેમ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *