સુરત
પાંચ વર્ષ પહેલા પુરી-અમદાવાદ ટ્રેનમાં ઓડિશાથી ચાર બેગમાં
રૃા.2.10
લાખનો 35 કિલો ગાંજો લાવતા સુરત રેલવે પોલીસના હાથે ઝડપાયા
હતા
પાંચેક
વર્ષ પહેલાં સુરત રેલ્વે પોલીસે પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગેરકાયદે
કોમર્શિયલ કોન્ટીટીના ગાંજાના જથ્થા સાથે ઝડપેલા બે ઓરિસ્સા વાસી આરોપી યુવાનોને
આજે એનડીપીએસ એક્ટની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ
એનડીપીએસ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી 15 વર્ષની સખ્તકેદ,રૃ.1.25 લાખ દંડ ન ભરે તો વધુ 15
માસની સખ્તકેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.
સુરત રેલ્વે
પોલીસની ટીમે ગઈ તા.4-3-2019ના રોજ ચલથાણ રેલ્વે સ્ટેશન પર પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનની તપાસ હાથ ધરી
હતી.જે દરમિયાન કોચ નં.એસ-2 સીટ નં.20,21તથા 22 ની નીચે કુલ ચાર બેગમાં રૃ.2.10 કિંમતના ૩૫ કીલો ગાંજાના ગેરકાયદે જથ્થા સાથે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની
૨૨ વર્ષીય આરોપી સુશાંત ઉર્ફે બુડ્ડુ ભાસ્કર રઘુગૌડા તથા 29વર્ષીય
કાંતિ જયરામ કાંતિ દેબરાજ ફકીર દોરા ને એન.ડી.પી.એસ.એક્ટની કલમ-8(સી),20(સી),29 ના ભંગ બદલ ધરપકડ
કરી જેલભેગા કર્યા હતા.
નાર્કોટીક્સ
એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા ઉપરોક્ત આરોપીઓ વિરુધ્ધના કેસની આજે અંતિમ
સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ
ફરિયાદી લાલાભાઈ કોયાભાઈ મકવાણા સહિત 10સાક્ષીઓ તથા 24 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા
હતા.આરોપીઓ પાસેથી મળી આવેલા ગાંજાનો જથ્થો કોમર્શિયલ કોન્ટીટીનો હોવાનું
ફરિયાદપક્ષે સાબિત કરી મહત્તમ સજા દંડ
કતરવા માંગ કરી હતી. જેથી કોર્ટે બંને આરોપીઓને એનડીપીએસ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી
ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે
માદકપદાર્થનો દુરુપયોગ એક સામાજિક દુષણ છે.જે સમાજને કોરી ખાવા સાથે માદક
દ્વવ્યોની હેરફેર દેશના અર્થતંત્રને પણ વિપરિત અસર કરે છે.જે આતંકવાદને પ્રોત્સાહન
આપવા સાથે દેશના યુવાધનને વ્યસની બનાવી રાષ્ટ્રની સંપત્તિનો નાશ કરે છે.વ્યક્તિગત
હિત કરતાં સમાજના વિશાળ હિતને કાયદાએ વધુ મહત્વ આપી માદકપદાર્થને લગતા ગુનાના
આરોપીઓને સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા
તથા દંડ કરવો એ ન્યાયના હિતમાં છે.