રાજકોટમાં બાળકોના રિપોર્ટ સાથે ચેડા થયાનો સ્વીકાર
ઘટના 2022ની હોવાનો તબીબનો સ્વીકાર
રિપોર્ટ સાથે ચેડા કરી ગંભીર બીમારી દર્શાવાઈ હતી
રાજકોટમાં બાળકોના રિપોર્ટ સાથે ચેડા થયાનો સ્વીકાર થયો છે. જેમાં ઘટના 2022ની હોવાનો તબીબનો સ્વીકાર છે. તેમાં રિપોર્ટ સાથે ચેડા કરી ગંભીર બીમારી દર્શાવાઈ હતી. બીમારી દર્શાવાઈ પૈસા પડાવ્યામાં આવ્યા હતા. તેમાં રિપોર્ટ બદલવા લેબ ઓપરેટરને સૂચનાનો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયો બાદ તબીબ ડો.મશરુ સામે આવ્યા
વાયરલ વીડિયો બાદ તબીબ ડો.મશરુ સામે આવ્યા છે. તેમાં તબીબે જણાવ્યું છે કે લેબ ઓપરેટર અમને બ્લેકમેઈલ કરી રહ્યો છે. ક્યારેક દર્દી ગંભીર હોવા છતાં રિપોર્ટ નોર્મલ આવે છે. નોર્મલ રિપોર્ટના કેસમાં દર્દીનો વીમો કે કાર્ડ ચાલતું નથી. જેમાં દર્દીને દાખલ કર્યા બાદ બીમારી વધી જાય છે. અમારી ક્લિનિક અને હોસ્પિટલ તમામ તપાસ માટે તૈયાર છે. અમને એક તરફી ટારગેટ કરવામાં આવી રહ્યા છે. અમે કાયદાકીય પગલાં લઈશું.
બાળ દર્દીનો રીપોર્ટ બદલવા લેબ ઓપરેટરને સૂચના આપવામાં આવતી
બાળકોના રીપોર્ટ સાથે ચેડા કરી બીમારી ગંભીર દર્શાવી પૈસા પડાવવાના મામલે લક્ષ્મીનગર સ્થિત હોસ્પિટલના ડોકટર દ્વારા બાળ દર્દીનો રીપોર્ટ બદલવા લેબ ઓપરેટરને સૂચના આપવામાં આવતી હોવાનો ઓડિયો વાયરલ થયો છે. વાયરલ ઓડિયો બાદ તબીબ સામે આવ્યા છે. જેમાં બચાવ કરતા જણાવ્યું છે કે દર્દીઓ જ્યારે દાખલ થવા આવે છે ત્યારથી લઈને સ્વસ્થ થવા સુધી કેટલાક કિસ્સામાં રીપોર્ટમાં વેરીએશન હોય છે.
અમારું ક્લિનિક અને હોસ્પિટલ તમામ તપાસ માટે તૈયાર: તબીબ
જ્યારે દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે કેટલીક વખત દર્દી ગંભીર હોવા છતાં રીપોર્ટ નોર્મલ આવે છે. ત્યારે નોર્મલ રીપોર્ટના કિસ્સામાં દર્દીનો વીમો કે કાર્ડ ચાલતું નથી. તથા દર્દીને દાખલ કર્યા બાદ બીમારી વધી જાય છે. અમારું ક્લિનિક અને હોસ્પિટલ તમામ તપાસ માટે તૈયાર છે.