અમદાવાદ,મંગળવાર,30 એપ્રિલ,2024

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહયો છે. ઝાડા
ઉલટીના ૧૩૬૬ તથા કોલેરાના ૧૮ કેસ નોંધાયા છે.અમરાઈવાડી
, વટવા,દાણીલીમડા ઉપરાંત
મણીનગર
,લાંભા, વસ્ત્રાલ ઉપરાંત
ભાઈપુરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ એપ્રિલ મહિનામાં નોંધાયા છે.પાણીના
લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩૪ સેમ્પલ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા
છે.

શહેરમાં પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ફરિયાદનો મ્યુનિસિપલ
તંત્ર તરફથી સમયસર નિકાલ કરવામાં આવતો નથી.આ કારણથી પાણીજન્ય રોગના કેસ સતત વધી
રહયા છે.એપ્રિલ મહિનામા ટાઈફોઈડના ૩૨૩ તથા કમળાના ૧૪૧ કેસ નોંધાયા છે.મચ્છરજન્ય
એવા ડેન્ગ્યુના ૩૬ કેસ નોંધાયા છે.મેલેરિયાના ૩૧
,ઝેરી મેલેરિયાના ૨ તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો  છે.મ્યુનિ.ના આરોગ્ય વિભાગ તરફથી લેવામા આવેલા
પાણીના સેમ્પલ પૈકી એક મહિનામા ૫૪૪ પાણીના સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો
છે.એપ્રિલ મહિનામાં બેકટેરીયોલોજીકલ તપાસ માટે ૪૪૬૪ સેમ્પલ લેવાયા હતા.આ પૈકી ૧૩૪
સેમ્પલ અનફીટ જાહેર થયા છે.

એપ્રિલ મહિનામાં સીઝનલ ફલુના ઝોન મુજબ કેટલા કેસ

ઝોન    કુલ કેસ

મધ્ય   ૧૦

પશ્ચિમ  ૩૫

ઉ.પ.   ૨૯

દ.પ.   ૦૮

પૂર્વ    ૦૮

ઉત્તર   ૨૧

દક્ષિણ  ૧૫

પાણીજન્ય રોગની ઝોન મુજબ સ્થિતિ

        આ વર્ષના આરંભથી એપ્રિલ મહિનાના અંત
સુધીમાં અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી ઉપરાંત કમળો તેમજ ટાઈફોઈડના કેસ સતત
વધતા જઈ રહયા છે.સાત ઝોનમાં આ વર્ષના ચાર મહિનામાં નોંધાયેલા પાણીજન્ય રોગના કેસની
સ્થિતિ આ મુજબ છે.

ઝોન    ઝાડા ઉલટી    કમળો ટાઈફોઈડ

મધ્ય   ૧૬૦   ૫૨     ૫૧

પશ્ચિમ  ૨૪૦   ૨૪     ૮૨

ઉ.પ.   ૬૪     ૩૮     ૫૧

દ.પ.   ૧૧૫   ૨૭     ૫૪

ઉત્તર   ૬૩૯   ૯૪     ૧૪૨

પૂર્વ    ૬૭૮   ૬૫     ૨૩૮

દક્ષિણ  ૧૦૫૮ ૧૮૫   ૪૩૮

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *