Heatwave Forecast in Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પહેલી મેથી ચોથી મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. 

રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, પહેલી મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે. કચ્છ, પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગરમ અને ભેજવાળુ હવામાન રહી શકે છે.

બીજી મેના રોજ દીવ અને પોરબંદરમાં હીટવેવની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહી શકે છે. જ્યારે ત્રીજી  મે અને ચોથી મેના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ,કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.

અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના 297 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમી સંબંધિત બિમારીના 297 કેસ નોંધાયા હતા. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક સપ્તાહમા ગરમી સંબંધિત બિમારીને લઈ 85 લોકોને સારવાર આપવામા આવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *