– રણવીર નેગેટિવ ભૂમિકા ભજવે તેવી ધારણા
– ‘હનુમાન’ ફિલ્મના સર્જક પ્રશાંત વર્માની ફિલ્મ પૌરાણિક બેકગ્રાઉન્ડ ધરાવતી હશે
મુંબઇ : રણવીર સિંહની ‘હનુમાન’ ફિલ્મના સર્જક પ્રશાંત વર્મા સાથેની નવી ફિલ્મનું ટાઈટલ ‘રાક્ષસ’ નક્કી થયું છે.
આ ફિલ્મમાં આઝાદી કાળ પહેલાંની વાર્તા હશે. જોકે, તે પૌરાણિક બેકગ્રાઉન્ડ ધરાવતી હશે. ફિલ્મમાં રણવીર નેગેટિવ ભૂમિકા ભજવવાનો હોવાનું કહેવાય છે. આ ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ વિશે હાલ કોઇનો સંપર્ક કરવામાં આવ્યો નથી. તેમજ અભિનેત્રી વિશે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. થોડા સમય પહેલા સમાચાર હતા કે, રણવીર સિંહ અને પ્રશાંત વર્મા કોઈ ફિલ્મ માટે ચર્ચા કરી રહ્યા છે. હવે ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પણ તૈયાર થઇ ગયા છે. ફિલ્મના પ્રિ પ્રોડક્શનની કામગીરી પણ શરુ થઈ ગઈ હોવાનું કહેવાય છે.