પાંચ હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી નાંખી
કાલ સુધીમાં અમારી બહેન નહીં આવે તો મારી નાખવાની ધમકી આપી
અન્ય જ્ઞાાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરીવારજનોએ યુવકના ઘરમાં ઘુસી
તોડફોડ કરી તેના પરીવારજનોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો
તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે
રહેતા કેવીન કિશોરભાઈ સખરેલીયા નામના યુવાને ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કરી બંને ગત ૨૬ એપ્રિલે
બંને ઘરેથી નાશી ગયાં હતા. આ બાબતનો ખાર રાખી શનિવારના યુવતીના સગાઓ ઉદય અને સતીષ
બંને કેવીનના ઘરની વંડી ઠેકી ઘરમાં પ્રવેશતા કેવીનના પિતા કિશોરભાઈ અને માતા
નયનાબેન બંને જ ઘરે હતાં તેઓને આવીને અમારી બેન ક્યાં છે તેમ જોરશોરી બોલી ઘરમાં તોડફોડ
કરવા લાગ્યાં હતા. તેઓને તોડફોડ કરતા રોકવાની કોશિષ કરતા વૃદ્ધ દંપતિને હુમલાખોરોએ
ઢીકાપાટુનો માર મારતા બંને રાડારાડ કરવા લાગ્યા હતા. જોકે એ દરમિયાન બંને ભાઈઓ
દરવાજો ખોલી ભગવા લાગેલ. એ દરમિયાન દરવાજો ખુલતા હિતેશ રબારી, જીગ્નેશ રબારી
અને જયલો ઉર્ફે જયેશ રબારી ફળીયામાં આવી જેમફાવે તેમ ગાળો બોલી તેઓએ પણ ઢીકાપાટુનો
માર માર્યો. અને કાલ સુધીમાં અમારી બહેન પરત નહિ આવે તો તને જાનથી મારી નાંખશું
તેવી જતા-જતા ધમકી આપતાં ગયાં.
આમ આ શખ્સો ત્યાંથી નાશીને બહાર નીકળતા રસ્તામાં કેવીનના
મિત્ર વિવેક કાકડીયા મળી જતા આ શખ્સો તેને પણ માર માર્યો અને હાથમાં પહેરેલ કડું
મારતા વિવેકને માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. એટલામાં લોકો એકઠા થઇ જતા આ શખ્સો ત્યાંથી નાશી ગયા હતા. બાદમાં
ઇજાગ્રસ્તો જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ત્યાં કિશોરભાઇએ પાંચેય
શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.