સુરત
ગ્રાહકોને
બોગસ માર્કશીટ બનાવી આપી અન્ય દેશોમાં વિઝા આપવાનું કામ કરતાં આરોપી ના ખાતામાં 5 લાખ ટ્રાન્સફર થયા છે
ઉત્રાણ
પોલીસે બોગસ માર્કશીટ કૌભાંડમાં જેલભેગા કરેલા મૂળ બિહારી આરોપીએ પ્રિટ્રાયલ પનીશમેન્ટની
સંભાવના દર્શાવીને પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન માટે કરેલી માંગને એડીશ્નલ સેશન્સ
જજ અશ્વિનકુમાર કે.શાહે ગંભીર ગુનાની તપાસ નાજુક તબક્કામાં હોઈ આરોપી વિરુધ્ધ પ્રથમ
દર્શનીય ગંભીર પ્રકારનો મજબુત કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
ઉત્રાણ પોલીસે
ગ્રાહકોને અલગ અલગ યુનિવર્સીટીની બોગસ માર્કશીટ બનાવીને અન્ય દેેશોમાં વિઝા અપાવવાના
નામે ગુનાઈત ફોર્જરી, ઠગાઈના કારસો રચવા અંગે આરોપી સંજય
ઘેલાણી,વિશાલ તથા રાજેન્દ્રકુમાર રોહિત શ્રી હરી ઠાકુર(રે.રામનગર
પો.કટીહાર બિહાર) સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-420,409,465,467,468,471 તથા 120 બીના ગુનાની ફરિયાદ નોંધી હતી.આ કેસમાં ઉત્રાણ
પોલીસે બિહારમાં એજ્યુકેશન કોચીંગ ક્લાસ ચલાવતા આરોપી રાજેન્દ્રકુમાર ઠાકુરની ગઈ તા.૩જી
એપ્રિલના રોજ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં મોકલી આપ્યો હતો.હાલમાં જેલવાસ
ભોગવતા આરોપીએ પોતે બોગસ માર્કશીટ બનાવી ન હોવા તથા આર્થિક લાભ મેળવ્યો ન હોઈ પ્રિટ્રાયલ
પનીશમેન્ટની સંભાવનાનો બચાવ લઈ જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજસ
પંચોલીએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે સંજય ઘેણાલીએ હાલના આરોપી
પાસેથી અલગ અલગ યુનિવર્સિટીની બોગસ માર્કેશટી બનાવી તેના ખાતામાં 5લાખ ટ્રાન્સફર કર્યા છે.આરોપી પાસેથી મળી આવેલી 12 ઓરીજીનલ તથા 16 પીડીએફ ફાઈલની
ખરાઈ કરતાં તમામ માર્કશીટ બોગસ હોવાનું બહાર આવ્યું છે.અન્ય આરોપીઓને પકડવાના બાકી
હોવા ઉપરાંત એફએસએલનો રિપોર્ટ બાકી હોઈ તપાસ નાજુક તબક્કામાં છે.આરોપીની વોટેસ એપ ચેટ
તથા બેંક સ્ટેટમેન્ટ કબજે કરીને રિમાન્ડ દરમિયાન રીકવરી પણ કરી છે.