– ભાવનગર ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલ આપ નેતા સંજયસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા 

– લોકસભાની ચૂંટણી ભાજપ ભુલથી પણ જીતી ગયુ તો સંવિધાન, ચૂંટણી, આરક્ષણ ખતમ કરશે તેવા આક્ષેપો કર્યા 

ભાવનગર : પ્રધાનમંત્રીએ વિરોધ છતા રૂપાલાની ટિકિટ નહીં કાપી ક્ષત્રિય સમાજને અપમાનીત કર્યા છે તેથી ક્ષત્રિય સમાજ ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે તેમ આજે રવિવારે ભાવનગર ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે જણાવ્યુ હતુ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. 

ભાવનગર શહેરમાં આજે રવિવારે ઈન્ડીયા ગઠબંધનના આપ પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના ચૂંટણી પ્રચાર માટે આપ પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહ આવ્યા હતા અને તેઓએ પત્રકાર પરીષદ દરમિયાન જણાવ્યુ હતુ કે, ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનોને અપમાનીત કરતુ નિવેદન કર્યુ છે અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી છતા પ્રધાનમંત્રીએ ટિકિટ રદ નહીં કરી ક્ષત્રિય સમાજને વધુ અપમાનીત કર્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ ભાજપને ચૂંટણીમાં જવાબ આપશે. મોંઘવારી, બેરોજગારીથી લોકો નારાજ છે. વિપક્ષના નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. લોકસભાની આ ચૂંટણીમાં ભાજપ ભુલથી પણ જીતી ગયુ તો સંવિધાન, ચૂંટણી, આરક્ષણ ખત્તમ કરી નાખશે. સુરત અને ચંદીગઢની ચૂંટણીમાં તેનુ ઉદાહરણ જોવા મળ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કહે છે કે, પ૦ વર્ષ રાજ કરશુ ત્યારે આ લોકો લોકશાહી જેવુ રહેવા નહીં દે તેમ પ્રહાર કરતા જણાવ્યુ હતું. 

આપના રાષ્ટ્રીય નેતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મંગળસુત્રની વાતો કરે છે પરંતુ સોનાના ભાવ ર૦૧૪ની સરખામણીએ કેટલા વધી ગયા છે ?, બહેનોનુ મંગળસુત્ર તમે મોંઘુ કરી નાખ્યુ છે. તાલીબાનને ર૦૦ કરોડ ભારતે બજેટમાંથી ફાળવ્યા છે અને ગેહુ પણ મોકલ્યા છે. ગાય માતાનુ પણ ભાજપ સરકાર અપમાન કરી રહી છે. અંતમાં તેઓએ ઈન્ડીયા ગઠબંધનના આપના ઉમેદવારને વિજતા બનાવવા અનુરોધ કર્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *