Lok Sabha Elections 2024 : રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી હતી. જેમાં અમેઠી અને રાયબરેલીથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવાની અપીલ કરાઈ. CECના સભ્યો, ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ અને ધારાસભ્ય દળના નેતાએ પણ ઉમેદવાર બનાવવાની અપીલ કરાઈ. જોકે, આના પર અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર છોડવામાં આવ્યો છે. CECની બેઠકમાં કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ, પ્રતાપસિંહ બાજવા અને અમરિંદર સિંહ રાજા વડિંગ સહિત અનેક દિગ્ગજ સામેલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસની રાજ્ય ચૂંટણી સમિતિએ રાહુલ ગાંધીને અમેઠી અને પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે. સમિતિએ આ પ્રસ્તાવ ચૂંટણી સમિતિને મોકલી દીધો હતો. ત્યારબાદ ચૂંટણી સમિતિએ અંતિમ નિર્ણય ગાંધી પરિવાર પર છોડી દીધો છે. આ બંને ચર્ચિત બેઠકો પર આજે કોંગ્રેસ ઉમેદવારોના નામનું એલાન કરી શકે છે.