Image:Freepik

Shruti Haasan Breakup: શ્રુતિ હાસને સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગની ક્ષમતા સાબિત કરી છે. શ્રુતિ તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. પર્સનલ લાઇફને લઇને ચર્ચામા રહેતી આ એકટ્રેસને લઇને એકટ્રેસના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે બ્રેકઅપ કરી લીધું છે.

શ્રુતિ હાસને બોયફ્રેન્ડ શાંતનુ સાથે બ્રેકઅપ કર્યું

એક અહેવાલ મુજબ, શ્રુતિ હાસન અને તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાએ વર્ષોથી ચાલતો સંબંધ તોડી નાખ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. રિપોર્ટ અનુસાર, શ્રુતિ અને શાંતનુ કેટલીક અંગત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા જેના પછી તેઓએ બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો. જો કે બંનેએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

શ્રુતિએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, “આ એક ક્રેઝી સફર રહી છે, મારા વિશે અને લોકો વિશે ઘણું શીખી.”

શ્રુતિ અને શાંતનુ ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા

Image: Instagram Shruti Haasan 

શ્રુતિ અને શાંતનો છેલ્લા કેટલાક વર્ષોથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. તેઓ ઘણીવાર સાથે જોવા મળતા હતા. શાંતનુ એક પ્રખ્યાત ડૂડલ અને મલ્ટિડિસ્પ્લિનરી વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. તેણે રફ્તાર, ડિવાઇન અને ઋત્વિઝ સહિત ઘણી લોકપ્રિય હસ્તીઓ સાથે કામ કર્યું છે.

શ્રુતિ અને શાંતનુના લગ્નની અફવાઓ ફેલાઈ 

આ વર્ષની શરૂઆતમાં, સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિએ શાંતનુના લગ્નની અફવાઓ ફેલાવી હતી અને દાવો કર્યો હતો કે, તે શ્રુતિનો પતિ છે. જો કે, પછીથી શ્રુતિએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું કે તે પરિણીત નથી, શ્રુતિએ લખ્યું હતું, “હું પરિણીત નથી. એક વ્યક્તિ માટે જે દરેક બાબતમાં ખૂબ જ ખુલ્લું છે, હું તેને શા માટે છુપાવીશ? તો લોકો મને બિલકુલ ઓળખતા નથી તેઓ પ્લીઝ શાંત થઇ જાય.

એકટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રુતિ હાસન છેલ્લે ફિલ્મ ‘સાલાર’માં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમાર સાથે જોવા મળી હતી અને ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *