Batsmen with most sixes in IPL history: IPL 2024ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી T20 લીગ બની ગયેલી આ ટૂર્નામેન્ટ ભારતમાં રમાઈ રહી છે અને ફરી એકવાર અહીં ઘણા મોટા ખેલાડીઓ ભાગ લેતા જોવા મળે છે. જો કે, આ લીગમાં સિક્સર મારવામાં વિદેશી ખેલાડીઓનો દબદબો છે. તેમજ ભારતીય ખેલાડીઓ આ બાબતમાં થોડા પાછળ છે.
IPLના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જાણીએ વર્ષ 2008થી લઈને અત્યાર સુધીની IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર ક્યા ક્યા પ્લેયરએ ફટકારી છે.
2008: મુંબઈ ઇન્ડિયન્સ ટીમના પ્લેયર સનથ જયસૂર્યાએ 31 છગ્ગા ફટકાર્યા હતા
2009: ડેક્કન ચાર્જર્સના ટીમ પ્લેયર એડમ ગિલક્રિસ્ટ દ્વારા 29 સિક્સર મારવામાં આવી હતી
2010: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટર રોબિન ઉથપ્પાએ 27 છગ્ગા માર્યા હતા
2011: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર ક્રિસ ગેલએ 44 સિક્સર મારી હતી
2012: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના બેટર ક્રિસ ગેલએ 59 છગ્ગા ફટકાર્યા હતા
2013: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટર ક્રિસ ગેલએ 51 છગ્ગા માર્યા હતા
2014: પંજાબ કિંગ્સના પ્લેયર ગ્લેન મેકસવેલએ 36 છગ્ગા માર્યા હતા
2015: ક્રિસ ગેલએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ માટે 38 સિકસર મારી હતી
2016: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટર વિરાટ કોહલીએ 38 છગ્ગા ફટકાર્યા હતા
2017: પંજાબ કિંગ્સના પ્લેયર ગ્લેન મેકસવેલએ 26 છગ્ગા માર્યા હતા
2018: દિલ્લી કેપિટલ્સના વર્તમાન કેપ્ટને 37 છગ્ગા ફટકાર્યા હતા
2019: કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેયર આન્દ્રે રસેલે 52 સિક્સર ફટકારી હતી
2020: મુંબઈ ઇન્ડિયન્સ ટીમના પ્લેયર ઇશાન કિશનએ 30 છગ્ગા ફટકાર્યા હતા
2021: પંજાબ કિંગ્સના પ્લેયર કેએલ રાહુલએ 30 છગ્ગા માર્યા હતા
2022: જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ માટે 45 સિક્સર ફટકારી હતી
2023: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટર ફાફ ડુપ્લેસિસે 36 છગ્ગા ફટકાર્યા હતા.