– પેલેસ્ટાઇન તરફી દેખાવો કરનાર 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે કોઇમ્બતુરની અચિંત્યા શિવલિંગન યુનિ.માંથી કાઢી મૂકાઈ
પ્રિન્સ્ટન : મહામના આલ્બર્ટ આઈન્સ્ટાઇન જે યુનિવર્સીટીની કોલેજમાં ભણાવતા હતા તે યુનિવર્સિટી, પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. તેમાં અભ્યાસ કરતી ભારતીય વંશની કોઈમ્બતુરમાં જન્મેલી વિદ્યાર્થીનીને ઈઝરાયલ વિરૂદ્ધ દેખાવો કરવા માટે યુનિવર્સિટી કોલેજમાંથી હાંકી કઢાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં હવે નૃશંસ હત્યાકાંડ શરૂ કરી દીધો છે. તેથી અમેરિકા સહિત પશ્ચિમ યુરોપ અને દુનિયાના તમામ જાગૃત દેશોમાં ઠેર ઠેર વ્યાપક દેખાવો યોજાઈ રહ્યા છે. તે પૈકી અમેરિકામાં પણ ઈઝરાયલ વિરૂદ્ધ દેખાવો થઈ રહ્યાં છે, વિદ્યાર્થીઓ તેમાં અગ્રેસર છે.
પ્રિન્સ્ટન યુનિ.માં યોજાયેલા દેખાવોમાં ભાગ લેવા માટે અચિંત્યાની ધરપકડ પણ કરાઈ હતી.
પ્રિન્સ્ટન યુનિવર્સિટીના મેક કોશ કોર્ટયાર્ડમાં ગુરૂવાર સવારથી જ વિદ્યાર્થીઓએ ધરણા શરૂ કર્યાં હતાં. તેઓ ઈઝરાયલ વિરૂદ્ધ અને પેલેસ્ટાઇન તરફી નારા લગાવતા હતા.
અમેરિકા ભલે ઈઝરાયલને શાંતિ રાખવા અને આક્રમણો બંધ કરવા કહેતું હોય પરંતુ ઈઝરાયલ દ્વારા થતા ગાઝાપટ્ટી અને વેસ્ટબેન્કમાં થયેલ ‘હત્યાકાંડ’ જ કહી શકાય તેમાં હવે લગભગ એક તરફી યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા આ દેખાવકારો કહી રહ્યાં છે. અમેરિકા, બહારથી એક વાત કરે છે પરંતુ વાસ્તવમાં મધ્યપૂર્વમાં તેના દૂર વોર્ડને (ઈઝરાયલ)ને શસ્ત્રો સહિત તમામ સહાય આપે છે. અઢળક શસ્ત્રો આપે છે. અઢળક નાણાં પણ આપે છે. સહજ રીતે તેનો વિરોધ થઈ રહ્યો છે. આ વદ્યાર્થીઓ પણ દેખાવો કરતા હતા. તેમની સાથે અચિંત્યાની પણ ધરપકડ થઈ હતી.