T20 World Cup: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો રોમાંચ હાલ ચરમસીમાએ છે. ત્યારે ક્રિકેટના ચાહકો T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાતની પણ રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટરે ICC T20 વર્લ્ડ કપ માટે ભારતના 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે, જો કે આ માટે તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
સંજય માંજરેકર પર ચાહકો ભડક્યાં
આ વર્ષે બીજી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં ICC T20 વર્લ્ડ કપ 2024 પ્રારંભ થશે. આ માટે ભારતીય ટીમની પસંદગી આઈપીએલ દરમિયાન થઈ શકે એવું માનવામાં આવે છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સિનિયર મેન્સ સિલેક્શન કમિટી IPL 2024માં ખેલાડીઓના પ્રદર્શન પર ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે ICC T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. જો કે આ ટીમને લઈને ક્રિકેટ ચાહકો તેમના પર ભડક્યાં છે.
ટીમ પસંદગીમાં કોહલી, રિંકુ સિંહની બાદબાકી
સંજય માંજરેકરે પસંદ કરેલી 15 સભ્યોની ટીમમાં વિરાટ કોહલી, રિંકુ સિંહ અને હાર્દિક પંડ્યાને પસંદ કર્યા નથી. તેમણે પસંદ કરેલી ટીમમાં છ સ્પેશલિસ્ટ બેટર, એક ઓલરાઉન્ડર અને બે સ્પિનર અને છ ફાસ્ટ બોલરનો સમાવેશ થાય છે. સંજય માંજરેકરની આ સિલેક્ટેડ ટીમ જોઈને ચાહકોનું હસવાનું રોકાઈ રહ્યું નથી અને જો તમે ફેન્સની કોમેન્ટ્સ વાંચશો તો તમારું પણ હસવાનું બંધ થશે નહીં. કોઈએ કોમેન્ટમાં લખ્યું કે તે સારું છે કે સંજય માંજરેકર ટીમના સિલેક્ટર નથી, જ્યારે બીજા અન્ય એક ક્રિકેટ ફેન્સે લખ્યું કે આ ટીમ એટલી જ બેલેન્સ છે જેટલી માંજરેકરની માનસિક સ્થિતિ છે. સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને કેવી રીતે પસંદ કર્યો તે જાણીને ચાહકો પણ આશ્ચર્યચકિત છે.
+
Thank god he is not a selector. Virat’s omission is questionable yet understandable. However, KL Rahul is there despite having a similar strike rate as Kohli. Further, where are the finishers and even no Shivam Dube ?.
— Abhinav Tyagi (@tAbhinav_5) April 26, 2024
સંજય માંજરેકરની 15 સભ્યોની સ્ક્વોડ
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, હર્ષિત રાણા, મયંક યાદવ, કૃણાલ પંડ્યા.