ભાભીનું સારવાર દરમિયાન મોત, પ્રેમી દીયર સારવારમાં ખસેડાયો, જિલ્લામાં જુદા જુદા આત્મહત્યાના 3 બનાવ
અમરેલી, : અમરેલી જિલ્લામાં આત્મહત્યાના જુદા જુદા ત્રણ બનાવમાં ત્રણ માનવજિંદગીનો અંત આવ્યો છે. જેમાં એક ઘટના એવી છે કે ધારી તાલુકાના જીરા ગામે ડંગામાં રહેતા ભાભી અને દીયર વચ્ચે પ્રેમ સબંધ પાંગર્યા બાદ સમાજમાં જાણ થઈ જશે તો આબરૂ જશે એવા ડરથી બન્નેએ સાથે ઝેરી દવા પી લેતાં ભાભીનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જયારે દીયરની સારવાર ચાલુ છે.
આત્મહત્યાની જુદી જુદી અન્ય ઘટનાઓમાં ધારી તાલુકાના જીરા ગામે ડંગા વિસ્તારમાં રહેતી સોનલબેન ભીખુભાઇ ચારોલીયા( ઉ. વ. 40)ને છ એક મહીનાથી તેના કૌટુંબિક દીયર સાથે પ્રેમ સબંધ થઈ જતાં આ સંબધ બાબતે પરિવારને ં જાણ થઇ જાય તો સમાજમાં આબરૂ જવાની બીકે સોનલબેન અને પ્રેમીએ (કુટુંબી દીયરે) બને ઝેરી દવા પી જતા સારવારમા ખસેડવામાં આવ્યા હતા .જેમા સોનલબેનને અમરેલીથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું . અને પ્રેમીને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો .
રાજુલા તાલુકાના ભેરાઇ ગામે રહેતી શાંતાબેન રાજુભાઈ ગુજરીયા (ઉ. વ 31 )ની દીકરીને ગાલ પચોળા થતા રાજુલા દવાખાને લઈ ગયેલ હતા.ે અને ત્યાથી અન્ય જગ્યાએ ગયેલ હતા. રાતના ઘરે આવવાનું મોડુ થતા શાંતાબેનને તેમના પતી સાથે ઝગડો થતાં તેણીને મનમાં લાગી આવતા ગળાફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા એરરાટી ફેલાઈ હતી
વડીયા તાલુકાના લાખા પાદર ગામે ખેત મજુરી કરી કામ કરતા પરપ્રાંતીય ચીમાભાઇ છિકરીયાભાઇ કનાસિયા (ઉ. વ .29)ના પત્ની લલિતાબેનને પોતાના બાળકોને સાથે લાખાપાદર ગામેથી પોતાના મુળ વતન 25 દીવસ પહેલા જતી રહેલ હતી. અને ચીમાભાઇને અવાર-નવાર વતનમાં આવવાનુ કહેતા લાગી આવતા લાખા પાદર ગામની ચતુરભાઇ ગજેરાની વાડીએ આવેલ પાણી ભરેલ કુવામાં પડી જઇ ને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.