અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તાર છેડતી અને લગ્નની લાલચ તથા ધાક ધમકી આપીને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાના કિસ્સા વધી રહ્યા છે. દરિયાપુરમાં પડોશી યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે ત્રણ વર્ષ સુધી શારિરીક સંબંધ બાંધ્યો હતો. જો કે ત્રણ વર્ષ બાદ લગ્નની ના પાડતાં યુવતીએ યુવક સામે ફરિયાદ કરતાં દરિયાપુર પોલીસે આરોપી સામે બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી વિરોધ કરતી તો વિકૃત માનસિકતા ધરાવતો હવસખોર યુવક ધાક ધમકી આપીને માર મારીને શારિરીક સંબંધ બાંધતો હતો
દરિયાપુર વિસ્તારમાં રહેતી યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત. ૨૦૨૧માં બન્ને વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બન્ને એક બીજા સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા અને યુવક યુવતીના ઘરે જઇને લગ્નની લાલચ આપીને એકલતાનો લાભ લઇને અવાર નવાર યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. યુવતી વિરોધ કરે તો ધાક ધમકી આપીને મારઝૂડ કરીને હવસ પૂરી કરતો હતો.
આ પ્રમાણે ત્રણ વર્ષ સુધી વિકૃત માનસિકતા ધરાવતા યુવકે યુવતી સાથે કૂકર્મ ક્હ્યું હતું. જો કે તાજેતરમાં તંગ આવીને યુવતીએ લગ્ન કરવાની વાત કરી તો યુવકે લગ્નનો ઇન્કાર કરીને યુવતી સાથે તકરાર કરીને ધમકી આપતો હતો જેથી યુવતી તેની સામે દરિયાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે બળાત્કાર અને માર મારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પુરાવા એકઠા કરીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.