મુંબઇ : રાજકુમાર સંતોષીની પુત્રી તનિષાને નિર્માતા વિશાલ રાણા લોન્ચ કરવાનો છે. તનિષાની ઓપોઝિટ તે કોઇ ટોચના સ્ટારન સાઇન કરવા માટે વાતચીત ચાલી રહી છે. તનિષા પોતાની કારકિર્દીની શરૂઆત એક રોમેન્ટિક કોમેડી ફિલ્મથી કરવાની છે. જોકે રાજકુમાર સંતોષીે આ બાબતે કોઇ સમર્થન આપ્યું નથી. તનિષા સંતોષી ગયા મહિન રણબીર કપૂર સાથે એક વિજ્ઞાાપનમાં જોવા મળી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યુ ંહતું કે, છેલ્લા ૧૫ વરસથી હું તમને પસંદ કરું છું. મેં તમને પ્રથમ વખત ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાનીના સટ પર જોયા હતા. ત્યારથી તમારા અભિનયની દીવાની છું. આજે તમારી સાથે વિજ્ઞાાપનમાં કામ કરીને મને સારું લાગી રહયું છે.
જોકે તનિશાના પિતા રાજકુમાર સંતોષી હાલ પોતાની આગામી ફિલ્મ લાહોર ૧૯૪૭ને લઇન ેચર્ચામાં છે આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા કામ કરી રહ્યા છે જેનું શૂટિંગ પ્રીતિ ઝિન્ટાએ શરૂ કરી દીધું છે.