BJP MP dies : ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા બેઠકના સાંસદ રાજવીર દિલેરનું હાર્ટએટેકથી નિધન થઈ ગયું છે. અલીગઢની વરૂણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થતા સમગ્ર જિલ્લામાં શોકની લહેર પ્રસરી છે. જણાવાય રહ્યું છે કે, રાજવીર સિંહ દિલેર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અચાનક સાંસદ રાજવીર દિલેરનું અવસાન થવું ભાજપ માટે મોટી ક્ષતિ છે. લોકસભા ચૂંટણી 2019માં તેમને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. પરંતુ આ વખતે તેમને ટિકિટ અપાઈ ન હતી.
રાજવીર સિંહ દિલેરના પિતા કિશન લાલ દિલેર હાથરસ બેઠકથી વર્ષ 1996થી લઈને 2004 સુધી સતત ચાર વખત સાંસદ રહ્યા હતા. જણાવી દઈએ કે, ભાજપે આ વખતે તેમની જગ્યાએ હાથરસ બેઠક પર અનૂપ વાલ્મિકીને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. લોકસભા હાથરસથી પ્રબળ દાવેદારોમાં નામ હોવા છતા પણ ટિકિટ કપાતા તેઓ ચિંતિત હતા.
ઉલ્લેખનીય છે કે, રાજવીર દિલેર સાંસદ બનતા પહેલા અલીગઢની ઈગલાસ વિધાનસભાથી વર્ષ 2027માં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમની છાપ બેદાગ હતી. રાજવીર સિંહ દિલેરની ટિકિટ કપાવા છતા પાર્ટી માટે કામ કરી રહ્યા હતા. તેઓ બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીની અલીગઢમાં થયેલી જનસભામાં પહોંચ્યા હતા. આ સિવાય હાથરસ અને અલીગઢમાં પાર્ટીને લઈને ચાલી રહેલા કાર્યક્રમમાં સક્રિય દેખાયા હતા. આ બેઠક પર આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે.