આડા સંબંધનો ખોટો વહેમ રાખી મકાનમાં તોડફોડ કરી
યુવાનને શારીરિક માનસિક ત્રાસ આપતા પગલું ભર્યુ
એક વ્યક્તિ ઉપર પત્નિ સાથેના આડા સંબંધનો ખોટો શક વહેમ રાખી તેના ઘરે તોડફેડ કરી
દાહોદ તાલુકાના જાલત ગામે 09 જેટલા ઈસમોએ એક વ્યક્તિ ઉપર પત્નિ સાથેના આડા સંબંધનો ખોટો શક વહેમ રાખી તેના ઘરે તોડફેડ કરી હતી. તેમજ આ બાબતે શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં ત્રાસથી કંટાળેલ વ્યક્તિ દ્વારા ગામની નદી કિનારે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના જાલત ગામે માવી ફ્ળિયામાં રહેતાં રત્નાભાઈ હરસિંગભાઈ માવીનો છોકરો હસુભાઈ રત્નાભાઈ માવી ઉપર પોતાના ગામમાં રહેતાં સુભાનભાઈ ભાવસિંગભાઈ માવી, દિલીપભાઈ સુભાનભાઈ માવી, બચુભાઈ થાવરીયાભાઈ માવી, ધર્મેશભાઈ રમેશભાઈ માવી, કમલેશભાઈ કેશવાભાઈ માવી, રમેશભાઈ થાવરીયાભાઈ માવી, ગુલચંદભાઈ સિકલભાઈ સંગાડીયા, સંજયભાઈ રમેશભાઈ માવી તથા દિવાનભાઈ બચુભાઈ માવીનાઓએ પોતાના પરિવારની એક મહિલા સાથે હસુભાઈ સાથે સંબંધ હોવાનો ખોટો શક વહેમ રાખી રત્નાભાઈના ઘરે આવી ઉપરોક્ત ઈસમોએ હસુભાઈને મારી નાંખવાની ધમકીઓ આપી તેમજ ઘરમાં તોડફેડ કરી નુકસાન પહોંચાડયું હતું ત્યારે અવાર નવાર હસુભાઈને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ હસુભાઈને મનમાં લાગી આવતાં ગત તા.16મી એપ્રિલના રોજ હસુભાઈએ જાલત ગામે માવી ફ્ળિયામાં આવેલ નદીએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે રત્નાભાઈ હરસિંગભાઈ માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.