દાહોદમાં સાંજે 7.30 કલાકે શુભ મુહૂર્તમાં હોલિકા દહન
નગર અને તાલુકામાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલિ હોળીની બોલબાલા
દાહોદમાં સાંજે 7.30 કલાકે શુભમૂહૂર્તમાં હોળી પ્રગટાવાઈ હતી,.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શહેરમાં સાંજે 7.30 કલાકે હોલિકા દહન કરવામાં આવ્યો હતો ભાવિકોએ હોળીની પૂજા અર્ચના કરી અબીલ ગુલાલની છોડો વચ્ચે રંગ પર્વનો પણ શુભારંભ કરી દીધો હતો ગામડાઓમાં પણ હોળીની પારંપરિક ઉજવણી કરવામાં આવી હતી
દાહોદ જિલ્લામાં વસતા મહત્તમ આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી છે. તેના કારણે ગ્રામ્ય શ્રામિકો વતન આવ્યા હોવાથી હમણાં ગામડાઓ હર્યા ભર્યા લાગે છે. કારણ કે આદિવાસી સમાજમાં હોળીનું આગવો સામાજિક મહત્વ પણ હોવાથી સહ પરિવાર હોળીની ઉજવણી કરે છે. ફગણ સુદ પૂનમને રવિવારે સાંજે 7.30 દાહોદ શહેરમાં ગાંધી ચોક, એમ જી રોડ, ગોવર્ધન ચોક, સ્ટેશન રોડ, ગોધરા રોડ, ગોદી રોડ, પોલીસ લાઈન, પંકજ સોસાયટી, ગોવિંદ નગર, દરજી સોસાયટી, પડાવ, હનુમાન બજાર, અને ફ્રીલેન્ડગંજ સહિત સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારમાં હોલિકા દહન કરાયું હતું. હોલિકા પૂજન બે રીતે કરે છે જેમાં ઠંડી હોળી એટલે કે હોળી પ્રાગટય પહેલા હોલિકા પૂજન કરાય છે. જ્યારે હોળી પ્રાગટય પછી પણ પૂજા અર્ચના કરે છે. દાહોદ શહેરમાં છાણા ઈકો ફ્રેન્ડલીની હોળી સંખ્યા વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.
ગોધરામાં હોળીની પૂજા કરી પર્વની હોંશભેર ઉજવણી કરાઈ
ગોધરા : પંચમહાલનાં જિલ્લા વાસીઓ સહિત ગોધરા શહેરમાં નગરજનો દ્વારા હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી આખું વર્ષ પોતાના કુટુંબ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરી હતી. આ વખતે અનેક સોસાયટી વિસ્તારોમાં ઇકો ફ્રેન્ડલી હોળી પ્રજ્વલિત કરાઇ હતી.
ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં હોળી પર્વની રંગે ચંગે ઉજવણી ઉત્સવ પ્રિય લોકો દ્વારા કરવામાં આવી હતી.ગોધરા શહેર તેમજ જિલ્લામાં રવિવારની સાંજે મુહૂર્ત અનુસાર હોળી પ્રજ્વલિત કરવામાં આવી હતી.લોકોએ ભક્તિભાવ સભર માહોલમાં પ્રજ્વલિત હોળી માતાની શ્રીફ્ળ અને પાણીના કળશ થી પ્રદક્ષિણા કરતા આખું વર્ષ પોતાના કુટુંબ પરિવારમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટેની પ્રાર્થના કરી હતી.