હોળી ધુળેટીની ઉજવણી બાદ હવે મેળાઓની ભરમાર સર્જાશે
ગામડાઓમાં ગોળ ગધેડા અને ચાડિયાના મેળાઓ યોજાશે
ટ્રાફ્કિ બ્રિગ્રેડના જવાનો અને ટ્રાફ્કિ પોલીસ માટે નિયમન માથાનો દુખાવો
દાહોદ જિલ્લામાં હોળી ધુળેટીની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. ધુળેટીના બીજા દિવસે બજાર ખુલતા જ દાહોદના બજારમા કીડિયારૂ ઉભરાતા ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા.
દાહોદ જિલ્લામાં વસતા આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી છે ત્યારે પરંપરા પ્રમાણે પરિવારો મહાનગરો માંથી વતન આવી પહોંચ્યા છે બજારમાં વળી પહેલાથી જ કલાક નીકળી ચૂકી છે ત્યારે વેપારીઓમાં તેનો આનંદ જોઈ શકાય છે ગામડે ગામડે હોળીની ઉજવણી બાદના મેળા સાથે મેળાઓની શરૂઆત થઈ છે અને હવે ગોળ ગધેડા અને ચાડિયાના મેળાઓની ભરમાર સજાશે. બીજી તરફ્ હોળી ધૂળટી ની ઉજવણી બાદ બજાર ખુલતા ની સાથે જ દાહોદના બજારમાં સવારથી ગામડાઓમાંથી લોકો ઉંમટી પડયા હતા.
એમ જી રોડ નેતાજી બજાર ભણાવો અને ગાંધી ચોક વિસ્તારમાં વાહનો અને રાહદારીઓ એટલી મોટી સંખ્યામાં એકઠા થયા હતા કે મોટરસાયકલ સીધા લઈને નીકળી શકાતું ન હતું રાહદારીઓ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતું ત્યારે ટ્રાફ્કિ બ્રિગ્રેડના જવાનો અને ટ્રાફ્કિ પોલીસ માટે નિયમન માથાનો દુખાવો થઈ પડયો હતો. હવે લગભગ સપ્તાહ સુધી દાહોદ તેમજ તાલુકામાં બજારોમાં ભીડ જામશે