અમદાવાદ,ગુરુવાર
નિકોલમાં મહિલા બ્યુટી પ્રોડકટના વેચાણ માટે ઘરે ઘરે ફરતી હતી જ્યાં એક મહિલાએ ગુસ્સામાં આવીને સેલ્સમેને મહિલાને ગાળો બોલીને કાઢી મૂકી હતી. આ બનાવની જાણ થતાં મહિલા મેનેજર દોડી આવી હતી અને સોસાયટીમાં જઇને મહિલાને ઠપકો આપતાં મહિલાએ તેમને પણ લાફા મારી દીધા હતા અને આ મારા મારીમાં સેલ્સમેન મહિલાના કપડાં પણ ફાટી ગયા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા મેનેજરે ઠપકો આપતાં તેમને લાફા માર્યો, મારા મારી સેલ્સમેન મહિલાના કપડાં પણ ફાટી ગયા
ઠક્કનગર વિસ્તારમાં રહેતા અને બ્યુટી પ્રોડકટ કંપનીનું ઘરે ઘરે ફરીને સેલ્સ માર્કટીંગ કરતી મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલ વિસ્તારમાં આવેલી એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે મહિલા કંપનીના બ્યુટી પ્રોડક્ટના વેચાણ માટે ઘરે ઘરે ફરીને સેલ્સ માર્કેટીંગ કરી રહ્યા હતા ત્યારે મહિલાના ઘરના દરવાજો ખટખટાવતાં મહિલાએ આવીને કંઇ વિચાર્યા વગર ગાળો બોલવાની શરુ કરીને સેલ્સમેન મહિલા સાથે તકરાર કરીને કાઢી મૂકી હતી.
ત્યારબાદ કંપનીની મહિલા મેનેજરને જાણ કરતાં તેઓ ત્યાં આવી પહોચ્યા હતા અને સ્થાનિક મહિલાના ઘરે જઇને તેમ ગાળો બોલીને તકરાર કરી હતી તેમ કહેતાની સાથે મહિલા ઉશ્કેરાઇ ગઇ હતી અને ફરિયાદી મહિલા સાથે મારા મારી કરતા સલ્સમેન મહિલાના કપડાં ફાટી ગયા હતા. બીજીતરફ મહિલા મેનેજર છોડાવવા વચ્ચે પડતાં તેમને લાફા માર્યા હતા મારા મારીમાં તેમનો મોબાઇલ પણ તૂટી ગયો હતો. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.