રાજકોટના કે.કે.વી. ચોક બ્રીજ ઉપર  મૃતક તેના સાસુના ઘરે આંટો મારવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડયો

રાજકોટ, : રાજકોટનાં 150 ફુટ રીંગ રોડ ઉપર રૈયા રોડ તરફ કે.કે.વી. ચોકનો બ્રીજ ઉતરતી વખતે ઈ.સ્કુટર સ્લીપ થતા લોધીકાના ખિરસરા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતાં પુનીતભાઈ માધવજીભાઈ બગડા (ઉ.વ. 40, રહે, રવિ રેસીડેન્સી, નાણાવટી ચોક પાસે)નું મૃત્યુ નિપજયું હતું. જયારે તેના શિક્ષિકા પત્ની અને બાળકોને ઈજા થઈ હતી.

લોધીકાના દેવડા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં મૃતકના પત્ની મયુરીબેન (ઉ.વ. 40) એ પોલીસને જણાવ્યું કે, તેને સંતાનમાં એક પુત્રી શાનવી (ઉ.વ. 8) અને પુત્ર રીયદ (ઉ.વ.4) છે. પતિ પુનીતભાઈ લોધીકાના ખીરસરા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. ગઈકાલે સાંજે પુનિતભાઈ પરિવાર સાથે ઈ.સ્કુટર પર તેના સાસુ કે જે લક્ષ્મીનગર ચોક પાસે સુર્યનગરમાં રહે છે. ત્યાં ગયા હતાં.જયાંથી તે રાત્રે પરત ઘર તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે રૈયા રોડ તરફના કે.કે.વી. હોલના બ્રીજ ઉપર પુનિતભાીએ કાબુ ગુમાવતાં સ્કુટર સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા પુનિતભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જયારે પત્ની અને બાળકોને ઈજા સામાન્ય થઈ હતી. ગાંધીગ્રામ પોલીસે આ અંગે મયુરીબેનની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *