Image: Facebook

Baba Vangas Prediction: પ્રજ્ઞાચક્ષુ બાબા વેંગાએ દુનિયા જોઈ નથી પરંતુ તેમણે તેના ભવિષ્ય વિશે જે કંઈ પણ જણાવ્યું તેના કારણે તેઓ વિશ્વભરમાં ફેમસ થઈ ગયા. પછી ભલે તે અમેરિકા પર 9/11 નો ભીષણ હુમલો હોય કે કોવિડ વાયરસની મહામારી, બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે સાચુ સાબિત થયું. આવી જ એક ભવિષ્યવાણી બાબા વેંગાએ વર્ષ 2024માં ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને કરી હતી. ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ હવે લોકોને ડર લાગવા લાગ્યો છે કે શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી પડશે.

બાબા વેંગા કોણ હતા?

બાબા વેંગાનો જન્મ બુલ્ગારિયામાં 1911માં થયો હતો. બાળપણમાં જ પોતાની આંખોની રોશની ગુમાવનાર બાબા વેંગાને દુનિયાનું ભવિષ્ય સ્પષ્ટ દેખાતું, તેના કારણે તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. તેમણે 5000થી વધુ ભવિષ્યવાણીઓ કરી હતી જેમાં ઘણી સાચી સાબિત થઈ. તેમણે દુનિયાના અંતની તારીખ પણ જણાવી છે. બાબા વેંગાનું 1997માં નિધન થઈ ગયુ હતુ પરંતુ તેમની ભવિષ્યવાણીઓ મોત બાદ પણ સાચી સાબિત થઈ રહી છે.

2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણી

બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે. જેમાં જૈવિક હુમલા, યુરોપમાં આતંકી હુમલા અને ત્રીજા વિશ્વયુદ્ધનું થવું સામેલ છે. મોસ્કોમાં થયેલા આતંકી હુમલાએ તેમની ભવિષ્યવાણીના એક ભાગને સાચી પણ કરી દીધી છે. અમુક લોકોને ગત 13 એપ્રિલની રાત્રે ઈરાનના 350 મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયલ પર હુમલા બાદ ત્રીજા વિશ્વયુદ્ધ પણ સામે જ દેખાઈ રહ્યું છે. જેમ-જેમ મધ્ય પૂર્વમાં તણાવ અને અશાંતિ વધી રહી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી થવાનું જોખમ પણ વધતું જઈ રહ્યું છે.

બાબા વેંગાની તે ભવિષ્યવાણીઓ જે સાચી પડી

બાબા વેંગાની સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી જે સાચી થઈ તે હતી અમેરિકા ન્યૂયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો જેમાં 3000થી વધુ લોકો માર્યા ગયા હતાં. તેમણે કહ્યું હતું કે સ્ટીલના પક્ષીઓના હુમલામાં બે અમેરિકી ભાઈ પડી જશે. જેમાં નિર્દોષોનું લોહી વહેશે. આ ભવિષ્યવાણીમાં સ્ટીલ બર્ડને આકાશમાં પ્લેન સમજવામાં આવ્યા હતાં અને બે ભાઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર હતા, જે જહાજ ટકરાયા બાદ પડી ગયાં હતાં. 

બાબા વેંગાએ યુક્રેન પર રશિયન આક્રમણને લઈને પણ પહેલા જ જણાવી દીધું હતું. તેમણે કોરોના વાયરસ મહામારી આવ્યા વિશે પણ પોતાની ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે એક વાયરસ આપણા સૌની ઉપર છવાઈ જશે. બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણીઓમાં 1997માં બ્રિટનની રાજકુમારી ડાયનાનું મોત અને 1986માં ચેરનોબિલની પરમાણુ આપત્તિ પણ સામેલ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *