Image: Facebook

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રોહિત શર્મા ખાતું પણ ખોલી શક્યો નહીં. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનને ટ્રેંટ બોલ્ડે વિકેટકીપરના હાથે કેચ કરાવ્યો. રોહિતે લીગની શરૂઆતી બે મેચમાં મુંબઈને સારી શરૂઆત અપાવી હતી પરંતુ આ મેચમાં બોલ્ટની આઉટ સ્વિંગનો તેની પાસે કોઈ જવાબ નહોતો. આ સાથે જ રોહિત આઈપીએલમાં સૌથી વધુ ડક થવાના મામલે સંયુક્તરીતે ટોપ પર પહોંચી ગયો છે. 

દિનેશ કાર્તિક- 17

દિનેશ કાર્તિક આઈપીએલમાં 17 વખત ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ચૂક્યા છે. આ સીઝન આરસીબી માટે રમી રહેલા દિનેશ કાર્તિકે અત્યાર સુધી લીગમાં 245 મેચ રમ્યા છે. તેના નામે 4602 રન બનાવ્યા છે. કાર્તિક દિલ્હી કેપિટલ્સ, ગુજરાત લાયન્સ, કેકેઆર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યા છે.

રોહિત શર્મા- 17

રોહિત શર્મા 17મી વખત ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. તેણે દિનેશ કાર્તિકના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જોકે રોહિતે આઈપીએલમાં કાર્તિકથી 17 વધુ ઈનિંગમાં બેટિંગ કરી છે. ડેક્કન ચાર્જર્સ માટે આઈપીએલ ડેબ્યૂ કરનાર રોહિતના નામ લીગમાં 6280 રન પણ છે. 

પીયૂષ ચાવલા- 15

મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા લેગ સ્પિનર પીયૂષ ચાવલા લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે. ચાવલા 87 ઈનિંગમાં 15 વખત ખાતું ખોલી શક્યા નથી. ચાવલાના નામે લીગમાં 609 રન જ છે. તે મુંબઈથી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ, કેકેઆર અને પંજાબ માટે રમી ચૂક્યો છે.

મંદીપ સિંહ- 15

દિલ્હી, કોલકાતા, પંજાબ અને આરસીબી માટે રમી ચૂકેલા મંદીપ સિંહ 15 વખત આઈપીએલમાં ખાતું ખોલી શક્યો નથી. મુખ્ય બેટ્સમેન હોવા છતાં પણ મંદીપ 98 ઈનિંગમાં 15 વખત ડક થયો. તેણે 2010માં આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે તેણે અંતિમ મેચ રમી. 

ગ્લેન મેક્સવેલ- 15

ગ્લેન મેક્સવેલનું નામ પણ ઘણા લોકો માટે ચોંકાવનારું હોઈ શકે છે. મેક્સવેલે 2013માં આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 123 ઈનિંગમાં જ બેટિંગ કરી છે. જે બાદ પણ 15 વખત કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. મેક્સવેલનો સ્ટ્રાઈક રેટ 157નો છે અને 159 સિક્સર મારી ચૂક્યો છે.

સુનીલ નરેન- 15

સુનીલ નરેનનું પણ આઈપીએલમાં 15 વખત ખાતું ખુલ્યુ નહીં. મુખ્ય બોલર હોવા છતાં પણ નરેનને કેકેઆરે બેટ્સમેનની ખૂબ તક આપી છે. તેનો ઉપયોગ પિચ હિટર તરીકે થાય છે. તેને સફળતા તો મળી છે પરંતુ ફેલ પણ થયો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *