Representative image |
Anti Drug Operation In World: વિશ્વના ડ્રગ્સ ઝડપવાના સૌથી મોટા ઓપરેશનમાં કોલંબિયાની આગેવાનીમાં કરાયેલા ઓપરેશનમાં 1400 ટન ડ્રગ્સ ઝડપી લેવાયું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 85 અબજ ડોલર (લગભગ રૂપિયા 7.14 લાખ કરોડ) છે. 6 અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશનના અંતે કોલંબિયન નાર્કોટિક્સ બ્યુરોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ 128 ટન મારીજુઆના અને 225 ટન કોકેઈન સહિત 1400 ટન ડ્રગ્સ ઝડપ્યું છે.