Ahmeadbad Traffice Police : અમદાવાદ શહેરના માર્ગો હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી. મોત સતત માથે મંડરાતું રહે છે. શહેરના માર્ગો પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કેસ સતત સામે આવી રહ્યા છે. રીપલ પંચાલે સર્જેલા અકસ્માતને લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં તો અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી બે યુવકોનો ભોગ લીધો છે.
અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો.