Congress protests outside Adani Port in Mundra: ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે મુન્દ્રા ખાતે નોકરી દો, નશા નહીં’ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. પોર્ટ ખાતે અદાણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી આગેવાનો કાર્યકરોની સભા સ્થળથી ઝીરો પોઈન્ટ સુધી રેલી નીકળી હતી. જેમાં પોલીસ અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 30 જેટલા કોંગ્રેસના કોર્યકરોને અટકાયત બાદ મુક્ત કરાયા હતા.