Suicide In Bhavnagar: ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણ સાગઠિયાએ લોનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક કોન્ટ્રાક્ટર પ્રવીણે દોઢ કરોડ રૂપિયાની લોનની લાલચમાં 40 લાખ રૂપિયા ગુમાવી દેતા અંતિમ પગલું ભર્યું હતું.
મૃતક પ્રવીણ સાગઠિયાનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેમની સાથે છેતરપિંડી કરનારા શખસોના નામ પણ જણાવ્યા છે. આ સમગ્ર મામલે મૃતકના પત્ની હંસાબેને ચાર શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.