Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આજે  (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

આજે  (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સાતમી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ પણ વાંચો: વણાકબોરી ડેમ ઓવરફ્લો, વાત્રક નદીમાં પાણીની ભરપૂર આવકથી 17 ગામ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુરાસ, આઠમી સપ્ટેમ્બરે મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

નવમી સપ્ટેમ્બરે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઇ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે, ‘રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી હળવા વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદની ગતિમાં ચોક્ક્સ ઘટાડો થશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસશે.’

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતાં 10 સપ્ટેબરે ડીપ ડિપ્રેશન સર્જાશે, જેથી 12થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશન સર્જાતાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજા થયા મહેરબાન

સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ચોમાસામાં કૂલ સરેરાશ  સામાન્ય રીતે 29.50 ઈંચ વરસાદ સામે આ વર્ષે આજ સુધીમાં 37.50 ઈંચ વરસાદ એટલે કે સિઝનનો 126  ટકા વરસાદ વરસી ગયો છે અને હજુ મેઘરાજા છૂટાછવાયા સ્થળે ધોધમાર વરસી રહ્યા છે. અમરેલીના વડિયામાં ધોધમાર અઢી ઈંચ તથા ગોંડલમાં 2  ઈંચ અને ટંકારા, જેતપુર, રાજકોટ, ખંભાળિયા તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ વરસી જતા માંડ સુકાયેલા માર્ગો ફરી પાણીથી તરબતર થયા હતા.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *